કર્ણાટક:લહારી મ્યુઝિકની પેટાકંપની MRT મ્યુઝિકના એમ નવીન કુમારે બેંગલુરુના યશવંતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે ફિલ્મના સંગીત જેનો કોપીરાઈટ તેઓ ધરાવે છે, તેનો કોંગ્રેસ પક્ષ દ્વારા 'ભારત જોડો યાત્રા' ના પ્રમોશનલ વીડિયોમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે મામલે આજે સુનાવણી થઈ હતી. જસ્ટિસ એમ નાગપ્રસન્નાની સિંગલ બેંચે બુધવારે ત્રણ કોંગ્રેસી નેતાઓની અરજીને ફગાવી દેતા FIR રદ કરવાનો ઈન્કાર કર્યો હતો.
KGF Copyright Case: HCએ KGF ગીતના કોપીરાઈટ અંગે રાહુલ ગાંધી અને અન્ય વિરુદ્ધ FIR રદ કરવાનો ઇન્કાર કર્યો
કર્ણાટક હાઈકોર્ટે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ રાહુલ ગાંધી, જયરામ રમેશ અને સુપ્રિયા શ્રીનાટે વિરુદ્ધ હિટ ફિલ્મ KGF ચેપ્ટર 2ના સંગીતના કથિત કોપીરાઈટ ઉલ્લંઘન બદલ FIR રદ કરવાનો ઈન્કાર કરી દીધો છે.
શું કહ્યું હાઈકોર્ટે: હાઈકોર્ટે તેના આદેશમાં જણાવ્યું હતું કે, "એવું લાગે છે કે અરજદારોએ પરવાનગી વિના સ્રોત કોડ સાથે ચેડા કર્યા છે, જે નિઃશંકપણે કંપનીના કોપીરાઈટ ઉલ્લંઘન સમાન હશે. એવું લાગે છે કે અરજદારોએ કંપનીના કોપીરાઈટને ગ્રાન્ટેડ લીધો છે." તેથી પ્રાથમિક દ્રષ્ટિએ તપાસમાં પુરાવા તરીકે આ બધાને નકારી કાઢવા જોઈએ. ભારતીય દંડ સંહિતાની કલમ 120-બી (ગુનાહિત કાવતરું), 403 (મિલકતની અપ્રમાણિક ગેરઉપયોગ) 465 (બનાવટી) આર/ડબ્લ્યુ કલમ 34 (સામાન્ય હેતુ સાથે ફોજદારી કૃત્ય), કલમ 33 અને કોપીરાઇટ એક્ટની કલમ 66 હેઠળ FIR નોંધાઈ હતી.
કોપીરાઈટ એ વૈધાનિક અધિકાર: કોંગ્રેસના નેતાઓ વતી દલીલ કરવામાં આવી હતી કે આ મામલો કોપીરાઈટ ઉલ્લંઘન સાથે સંબંધિત છે. પરંતુ ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને પોલીસે તરત જ એફઆઈઆર નોંધી હતી. પક્ષના નેતાઓના વકીલ એએસ પોન્નાનાએ દલીલ કરી હતી કે કોપીરાઈટ એ વૈધાનિક અધિકાર છે. કોમર્શિયલ કોર્ટમાં સંબંધિત દાવો દાખલ કરવામાં આવ્યો હતો જેના કારણે કોંગ્રેસ પાર્ટીના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ફ્રીઝ કરવામાં આવ્યા હતા. પક્ષ દ્વારા તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સમાંથી વાંધાજનક વીડિયો હટાવવાનું વચન આપ્યા બાદ HCએ તેને રદ્દ કર્યો હતો.