નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બેંગલુરુના ઇદગાહ મેદાનમાં ગણેશ ચતુર્થીની ઉજવણી અંગે પોતાનો ચુકાદો આપ્યો છે(Karnataka HC permits Ganesh Chaturthi celebrations at Hubballi Idgah Maidan). સુપ્રીમ કોર્ટની બેન્ચે આ નિર્ણય હાઈકોર્ટની પરવાનગી વિરુદ્ધની અરજી પર આપ્યો છે. કોર્ટે ગણેશ પૂજાને મંજૂરી આપી નથી(Karnataka HC permission celebrate Ganesh Chaturthi ). કોર્ટે પોતાના નિર્ણયમાં યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. કર્ણાટક વક્ફ બોર્ડે હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો. કર્ણાટક હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે 26 ઓગસ્ટના રોજ રાજ્ય સરકારને ડેપ્યુટી કમિશનર, બેંગલુરુ (શહેરી) દ્વારા ચામરાજપેટ ખાતે ઈદગાહ મેદાનનો ઉપયોગ કરવા માટે મળેલી અરજીઓને ધ્યાનમાં લઈને યોગ્ય આદેશો પસાર કરવાની મંજૂરી આપી હતી.
ગણપતી ચતુર્થીની પરમિશન સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઈન્દિરા બેનર્જી, જસ્ટિસ અભય એસ ઓકા અને જસ્ટિસ એમએમ સુંદરેશની સ્પેશિયલ બેન્ચમાં સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારના વકીલ મુકુલ રોહતગીને પૂછ્યું કે શું આ જગ્યાએ અગાઉ કોઈ અન્ય ધાર્મિક કાર્યક્રમ યોજાયો છે. રોહતગીએ કહ્યું કે રાજ્ય સરકારે આવી કોઈ પરવાનગી આપી નથી. માલિકી અંગે ક્યારેય કોઈ વિવાદ થયો નથી. સુપ્રીમ કોર્ટનો નિર્ણય પણ માલિકી અંગે નથી, આ જમીન રાજ્ય સરકારની છે.
કોર્ટે આપ્યો ચૂકાદો આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો વકફની તરફથી ખોટી રજૂઆત થશે તો કોર્ટ અવમાનનાની કાર્યવાહી શરૂ કરશે. રોહતગીએ કહ્યું કે, રેવન્યુ અને BBMP રેકોર્ડમાં જમીનનો રમતના મેદાન તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે સરકારી જમીન તરીકે ઓળખાય છે. સુપ્રીમ કોર્ટ સમક્ષનો દાવો મનાઈ હુકમનો દાવો હતો અને ટાઈટલ દાવો નહોતો. મુસ્લિમ સંસ્થાનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે મુખ્ય ન્યાયાધીશ યુયુ લલિતની આગેવાની હેઠળની બેંચ સમક્ષ આ બાબતનો ઉલ્લેખ અને તાકીદે સુનાવણીની માંગ કરી હતી. આ વિસ્તારમાં બિનજરૂરી ધાર્મિક તણાવ પેદા કરવામાં આવી રહ્યો છે. જે બાદ સુપ્રીમ કોર્ટ મંગળવારે આ મામલાની સુનાવણી કરવા રાજી થઈ ગઈ હતી. સુપ્રીમ કોર્ટની બે સભ્યોની બેન્ચે પહેલા સુનાવણી કરી, પરંતુ બંનેએ અલગ અલગ નિર્ણયો આપ્યા, તેથી આ મામલો ત્રણ સભ્યોની બેન્ચને મોકલવામાં આવ્યો.