બેંગલુરુઃ કર્ણાટક સરકારે સરકારી ઓફિસોમાં ફોટોગ્રાફી કે વીડિયો રેકોર્ડિંગ પર પ્રતિબંધ (Karnataka government bars photos video prohibited) મૂકતો આદેશ જારી કર્યો છે. કર્ણાટક રાજ્ય સરકારના કર્મચારી સંગઠનની વિનંતીને પગલે કર્મચારી અને વહીવટી સુધારણા વિભાગે શુક્રવારે એક આદેશ જારી કર્યો છે.
આ પણ વાંચો:વાનરસેનાની હદ: બીજાના વિસ્તારમાં ધુસતા વાંદરાઓના બે જૂથો બાખડ્યા
આદેશ જણાવે છે કે, રાજ્યની જનતાએ ઓફિસમાં અને તેમની ફરજો નિભાવતી વખતે તેમની પરવાનગી વિના સરકારી અધિકારીઓની તસવીરો (Karnataka government bars photos) કે વીડિયો ન લેવા જોઈએ.
આ પણ વાંચો:નદીના પૂરમાં સ્ટંટ કરવુ ભારે પડ્યુ: ઘરવાળા શોધવા નીકળ્યા
કર્ણાટક સ્ટેટ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ એસોસિએશને આરોપ લગાવ્યો હતો કે સરકારી ઓફિસોમાં વીડિયો શૂટ કરનારા અમુક લોકો દ્વારા સરકારી કર્મચારીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે. અમુક લોકો ઓફિસમાં આવ્યા હતા અને પરવાનગી વગર ફોટા કે વિડિયો કેપ્ચર કર્યા હતા અને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા. અને તેઓ ફોટા અને વીડિયોનો દુરુપયોગ કરે છે.