બેંગલુરુઃકર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન બીએસ યેદિયુરપ્પાની પૌત્રી સૌંદર્યાના મૃત્યુના સનસનાટીભર્યા સમાચાર (Soundarya, Granddaughter of Ex-CM BS Yediyurappa) સામે આવ્યા છે. 30 વર્ષીય સૌંદર્યા તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવી (deadbody of Soundarya found in her house) હતી. કહેવામાં આવી રહ્યું છે કે, સૌંદર્યાએ કથિત રીતે બેંગલુરુના વસંત નગર સ્થિત તેના ઘરે આત્મહત્યા (Soundarya committed suicide) કરી હતી.
આ પણ વાંચો:કર્ણાટકના મુખ્યપ્રધાન યેદિયુરપ્પા રાજીનામાના પ્રશ્ન પર ભડક્યા
સૌંદર્યાનો મૃતદેહ વસંતનગરના ફ્લેટમાંથી મળ્યો
સૌંદર્યાનો મૃતદેહ વસંતનગરના ફ્લેટમાંથી મળ્યો હતો, જ્યાં તે તેના પતિ અને 9 મહિનાના બાળક સાથે રહેતી હતી, તે વ્યવસાયે ડોક્ટર છે અને MS રામૈયા હોસ્પિટલમાં કામ કરતી હતી. તેણીના લગ્ન 2018માં ડો. નીરજ સાથે થયા હતા.
પારિવારિક વિવાદને કારણે ડિપ્રેશનમાં હતી
મળતી માહિતી મુજબ પારિવારિક વિવાદને કારણે તે છેલ્લા ઘણા દિવસોથી ડિપ્રેશનમાં હતી. આ મામલો હાઈ ગ્રાઉન્ડ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બેંગ્લોરની બોરિંગ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. અહીં પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:કર્ણાટકમાં નાઈટ કર્ફ્યૂ કે લૉકડાઉન નહીં લાગેઃ યેદિયુરપ્પા
એપાર્ટમેન્ટમાં કામ કરતી વ્યક્તિનું નિવેદન
એપાર્ટમેન્ટમાં કામ કરતી ક્વાજા હુસૈન નામની વ્યક્તિના જણાવ્યા મુજબ ડૉ.નીરજ સવારે 8 વાગે ફરજ પર ગયા હતા, તે બહાર ગયા બાદ આ ઘટના બની હતી. સૌંદર્યાની સાથે ઘરમાં એક બાળક અને ઘરનો નોકર પણ હતો, જ્યારે તેની નોકરાણી સૌંદર્યાના રૂમમાં તેને ખાવાનું આપવા ગઈ ત્યારે તેણે સૌંદર્યાની લાશ પંખા સાથે લટકતી જોઈ. ઘરના નોકરોની પૂછપરછ કરતાં પોલીસને ખબર પડી કે પતિ-પત્ની વચ્ચે કોઈ તકરાર નથી.