બેંગલુરુ: કર્ણાટક વિધાનસભા ચૂંટણીના શંખ ફૂંકાઈ ગયો છે. ત્યારે કદાવર નેતાઓ કર્ણાટકની સતત મુલાકાત લઇ રહ્યા છે. તો બીજી બાજુ ચૂંટણીની જાહેરાતના 10 દિવસમાં લગભગ 100 કરોડ રૂપિયાનો સામાન અને રોકડ જપ્ત કરવામાં આવી છે. ચૂંટણી પંચે રવિવારે માહિતી આપી હતી કે, આચારસંહિતાના ઉલ્લંઘનને કારણે 29 માર્ચથી રોકડ સહિત 99,18,23,457 રૂપિયાનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે. આબકારી વિભાગે 1062 ગંભીર કેસો અને 730 કેસો દારૂના લાયસન્સના ઉલ્લંઘન માટે નોંધ્યા હતા.
આ પણ વાંચો World Bank Meetings: નિર્મલા સીતારમણ વર્લ્ડ બેંકની બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા વોશિંગ્ટન
પોલીસ અધિકારીઓએ દરોડા: NDPS હેઠળ 38 અને કર્ણાટક એક્સાઇઝ એક્ટ 1965ની કલમ 15(A) હેઠળ કુલ 3,385 કેસ નોંધાયા હતા. આ સંબંધમાં વિવિધ પ્રકારના 685 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. કમિશને કહ્યું કે રેકોનિસન્સ ટીમ, ફિક્સ ગાર્ડ ટીમ અને પોલીસ અધિકારીઓએ દરોડા દરમિયાન 14,93,92,046 રૂપિયાની કિંમતનું 34.31 કિલો સોનું અને 17,48,15,643 રૂપિયાની કિંમતની 404.60 કિલો ચાંદી જપ્ત કરી છે.