ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM Modi's rally in Mudbidri : પીએમ મોદીએ કહ્યું- કોંગ્રેસ છે કર્ણાટકમાં શાંતિ અને વિકાસની દુશ્મન - PM Modi rally in Mudbidri

કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023 માટે ચૂંટણી પ્રચારના છેલ્લા તબક્કામાં રાજકીય પક્ષોના હુમલા તેજ થયા છે. પીએમ મોદીએ બુધવારે દક્ષિણ કન્નડ જિલ્લામાં એક રેલીને સંબોધિત કરી હતી. આ રેલીમાં તેમણે કોંગ્રેસ પર જોરદાર આરોપ લગાવ્યા હતા. વાંચો પૂરા સમાચાર...

Etv Bharat
Etv Bharat

By

Published : May 3, 2023, 5:27 PM IST

કર્ણાટક : કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માટે પ્રચાર દરમિયાન પીએમ મોદી આજે દક્ષિણ કન્નડ પહોંચ્યા હતા. અહીં તેમણે એક રેલીને સંબોધી હતી. પોતાના સંબોધનમાં તેમણે જનતાને ભાજપને મત આપવા અપીલ કરી હતી. કેન્દ્ર સરકારની વિકાસ યોજનાઓનો ઉલ્લેખ કરીને તેમણે જનતાને ડબલ એન્જીન સરકારના ફાયદાઓ જણાવ્યા હતા. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પાર્ટી અને અગાઉની સરકારો પર આકરા પ્રહારો કર્યા હતા.

વિપક્ષ પર આકરા પ્રહારો :પીએમ મોદીએ કોંગ્રેસ પર આતંકવાદીઓના માસ્ટરમાઈન્ડને રક્ષણ આપવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે કોંગ્રેસ તુષ્ટિકરણને પ્રોત્સાહન આપે છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી કર્ણાટકમાં શાંતિ અને વિકાસની દુશ્મન છે. પીએમ મોદી દક્ષિણ કન્નડ જિલ્લાના મુડબિદ્રીમાં રેલીને સંબોધિત કરી રહ્યા હતા. પીએમ મોદીએ ખાસ કરીને પહેલીવાર મતદારોને સંબોધ્યા અને તેમના સપના વિશે વાત કરી. તેમણે કહ્યું કે મારા પુત્ર અને પુત્રીઓ જેઓ પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા છે, તમે કર્ણાટકનું ભવિષ્ય નક્કી કરવાના છો.

કોંગ્રેસ આતંકવાદને પ્રોત્સાહન આપે છે :નવા મતદારોને સંબોધતા તેમણે કહ્યું કે જો તમારે તમારી કારકિર્દી વિશે કંઇક કહેવું હોય, તમારા કેટલાક સપના હોય તો ભાજપને મત આપો. કારણ કે કોંગ્રેસ તમારા સપના પૂરા કરી શકશે નહીં. જો કોંગ્રેસ સત્તામાં આવશે તો તમારા સપના અધૂરા રહી જશે. તેમણે લોકોને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને મત આપવા આહ્વાન કર્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે જૂની પાર્ટી તુષ્ટિકરણને પ્રોત્સાહન આપે છે. તેમણે કહ્યું કે કર્ણાટકને નંબર વન રાજ્ય બનાવવા માટે બીજો કોઈ વિકલ્પ નથી. તમે બધા ભાજપ ને મત આપો.

કર્ણાટકને નંબર 1 બનાવાનું સપનું :તેમણે કહ્યું કે કર્ણાટકને નંબર વન રાજ્ય બનાવવું પડશે. અહીં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવું પડશે. રાજ્યને મેન્યુફેક્ચરિંગ સુપર પાવર બનાવવું. પીએમ મોદીએ કહ્યું કે આ બધું કામ માત્ર ભાજપ જ કરી શકે છે. પીએમ મોદીએ કહ્યું કે જનતાનો આદેશ મારા માથા અને આંખો પર છે. તેમણે કહ્યું કે આ દેશના 140 કરોડ લોકો અમારા માટે રિમોટ કંટ્રોલ છે. પીએમ મોદીએ કહ્યું કે અમારી પાર્ટીએ કર્ણાટકને મેન્યુફેક્ચરિંગમાં સુપરપાવર બનાવવાનો સંકલ્પ લીધો છે. તમને જણાવી દઈએ કે કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માટે 10 મેના રોજ મતદાન થશે અને 13 મેના રોજ મતગણતરી કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details