ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Karnataka Crime News : માણસ છે કે ઝોમ્બી? વ્યક્તિનું ગળું કાપી લોહી પીધું - Chikkaballapur News

કર્ણાટકમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક વ્યક્તિએ અન્ય વ્યક્તિનું ગળું કાપી નાખ્યું અને તેના ગળામાંથી લોહી પીવા લાગ્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Karnataka Crime News : કર્ણાટકમાં ચકચારી હત્યાનો મામલો, હત્યારાએ એક વ્યક્તિનું ગળું કાપી વહેતુ લોહી પીધું
Karnataka Crime News : કર્ણાટકમાં ચકચારી હત્યાનો મામલો, હત્યારાએ એક વ્યક્તિનું ગળું કાપી વહેતુ લોહી પીધું

By

Published : Jun 26, 2023, 12:29 PM IST

Updated : Jun 26, 2023, 1:09 PM IST

ચિક્કબલ્લાપુર : બોલિવૂડ ફિલ્મોમાં અભિનેતાને ગુસ્સામાં કહેતા સાંભળ્યો હશે કે, આજ મેં તેરા ખૂન પી જાઉંગા. વાસ્તવિક જીવનમાં આવું ક્યારેય જોયું કે સાંભળ્યું નહીં હોય. પરંતુ કર્ણાટકના ચિક્કાબલ્લાપુરમાં એક વ્યક્તિએ આવુ જ કૃત્ય કર્યુ છે. આ વ્યક્તિએ પોતાની ક્રૂરતા એવી રીતે બતાવી કે તેણે પહેલા અન્ય વ્યક્તિનું ગળું કાપી નાખ્યું અને પછી તેનું લોહી પીવાનું શરૂ કર્યું. જી હાં, આવી જ ભયાનક ઘટના ચાર દિવસ પહેલા બની હતી. આશ્ચર્યની વાત એ છે કે, લોહી પીનાર વ્યક્તિ જીવિત છે અને પોલીસે તેની ધરપકડ કરી છે.

ગળું કાપી વહેતુ લોહી પીધુ : મળતી માહિતી અનુસાર, ચિંતામણી તાલુકા બટલાહલ્લીના રહેવાસી વિજયે ચાર દિવસ પહેલા ચેલુર તાલુકાના મેડેમપલ્લીમાં રહેતા મારેશ પર હુમલો કર્યો હતો. આવેશમાં વિજયે છરી વડે મારેશનું ગળું કાપી નાખ્યું હતું. અહીં કદાચ વિજયનો ગુસ્સો શાંત નહોતો થયો. વિજય તેના ગળામાંથી લોહી પીવાની કોશિશ કરવા લાગ્યો. એટલું જ નહીં, ગળું કાપીને પણ વિજય મારેશને મારતો રહ્યો. મારેશ ઘાયલ અવસ્થામાં ચીસો પાડતો રહ્યો. આ ક્રૂર ઘટનાનો વીડિયો ત્યાં હાજર ત્રીજા વ્યક્તિએ બનાવ્યો હતો.

ઝઘડાનું પરિણામ મૃત્યુ : કહેવામાં આવી રહ્યું છે કે, બંને લોકોના પરિવારજનો વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. બદલો લેવા માટે વિજયે કોઈ બહાને મારેશને ચિંતામણી તાલુકાના સિદ્ધપલ્લી ક્રોસ પાસે બોલાવ્યો હતો. મેરેશ ત્યાં પહોંચ્યા બાદ કૌટુંબિક વિવાદને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં મામલો એટલો વધી ગયો હતો કે, વિજયે છરી કાઢીને મારેશનું ગળું કાપી નાખ્યું હતું. મારેશ નીચે પડ્યો કે તરત જ વિજય તેની પાસે ગયો અને તેનો પર ચીસો પાડવા લાગ્યો. હદ તો ત્યારે થઈ જ્યારે વિજય તેના ગળામાંથી વહેતું લોહી પીવા લાગ્યો. આ ઘટના બાદ હત્યારા વિરુદ્ધ કેંચરલાહલ્લી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આરોપી વિજયની પોલીસે ધરપકડ કરી છે.

ઘટનાનો વીડિયો વાયરલ : આ સમગ્ર ઘટનાને ત્યાં હાજર એક વ્યક્તિએ મોબાઈલમાં કેદ કરી હતી. આ અરેરાટી ભર્યો વિડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. ત્યારે આવેશમાં મનુષ્ય કઈ હદ સુધી જઈ શકે તે લોકચર્ચાનો વિષય બન્યો છે.

  1. Ahmedabad News: સરદારનગરમાં શાકભાજીની લારી ઉભી રાખવા મામલે યુવકની હત્યા, પોલીસે આરોપીને દબોચ્યો
  2. Rajkot Crime News: રાજકોટમાં બાળકોના ઝગડામાં નાના ભાઈએ મોટા ભાઈને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો
Last Updated : Jun 26, 2023, 1:09 PM IST

ABOUT THE AUTHOR

...view details