- કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને મુખ્યપ્રધાન પદની ઔપચારિક જાહેરાત કરી
- પૂર્વ મુખ્યપ્રધાન યેદિયુરપ્પાએ બસવરાજ બોમ્મઈના નામનો પ્રસ્તાવ રાખ્યો
- આવતી કાલે બુધવારે રાજ્યપાલ થાવરચંદ ગેહલોતની હાજરીમાં શપથ ગ્રહણ
બેંગ્લોર ( કર્ણાટક) : કર્ણાટકના નવા મુખ્યપ્રધાન બસવરાજ બોમ્મઇને જાહેર કરવામાં આવ્યા છે. ભાજપના નેતા અને કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને બોમ્મઇની મુખ્યપ્રધાન પદની ઔપચારિક જાહેરાત કરી હતી. બોમ્માઇએ (Karnataka CM elect Basavaraj S Bommai) કહ્યું કે, આ એક મોટી જવાબદારી છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, તેઓ ગરીબોના કલ્યાણ માટે કામ કરવાનો પ્રયત્ન કરશે અને તેમની સરકાર લોકહિતી માટે કામ કરશે. પૂર્વ મુખ્યપ્રધાન યેદિયુરપ્પાએ જ બસવરાજ બોમ્મઈના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો.
વિધાનસભા પક્ષની બેઠક બાદ નિર્ણય
કર્ણાટકના નવા બસવરાજ બોમ્મઈ રાજ્યપાલ થાવરચંદ ગેહલોતની હાજરીમાં શપથ ગ્રહણ કરશે. આ અગાઉ કર્ણાટકના પૂર્વ ગૃહ પ્રધાન બાસવરાજ બોમ્માઇ અને જગદીશ શેટ્ટરે આજે મંગળવાર સાંજે બેંગલુરુમાં રાજ્યના ભાજપ નેતાઓ, કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન અને જી કિશન રેડ્ડી સાથે મુલાકાત કરી હતી. આ બાદ વિધાનસભા પક્ષની બેઠક સાંજે 7.30 વાગ્યે મળી હતી.