- કર્ણાટકના મુખ્યરપ્રધાને આપ્યું રાજીનામું
- રાજ્યપાલને સોંપ્યું રાજીનામું
- હુ પાર્ટી અને રાજ્ય માટે સેવા કરીશ : યેદિયુરપ્પા
બેગ્લોર : કબેંગ્લોર : કર્ણાટકના મુખ્યપ્રધાનના 2 વર્ષના કાર્યકાળનો સોમવારે અંત આવ્યો હતો. તેમણે સામેથી આગળ આવીને પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી અને તેમણે સોમવારે બપોરે રાજીનામું આપી દિધું હતું. આ પહેલા યેદિયુરપ્પા પોતાની સરકરાના 2 વર્ષ પૂર્ણ થયાના કાર્યક્રમમા પહોચ્યા હતા.
આ પણ વાંચો :Tokyo Olympics 2020: ભારતીય તલવારબાજ ભવાની દેવીની ફ્રેન્ચ ખેલાડી મૈનન બ્રુનેટ સામે હાર
હું રાજ્યની સેવા કરીશ
યેદિયુરપ્પાએ જણાવ્યું કે મને કેન્દ્ર માંથી રાજીનામું આપવા નથી કહ્યું, મે 2 મહિના પહેલા જ આ નિર્ણય વિશે વિચાર્યું હતું, હું 2 વર્ષ પૂર્ણ થાય તે પછી રાજીનામું આપવા માંગતો હતો. હું પાર્ટી માટે કામ કરતો રહીશ અને રાજ્યામાં પાર્ટીને મજબૂત કરીશ. મે બધા નેતાઓને પણ કહ્યું છે કે નવા મુખ્યપ્રધાનને સમર્થન આપે. હુએ હાઈકમાન્ડને કોઈ નામની ભણામણ નથી કરી.યેદિયુરપ્પાને જ્યારે પૂછવામાં આવ્યું કે તેઓ રાજ્યપાલ તરીકે સેવા આપવા માંગે છે ત્યારે તેમણે જણાવ્યું હતું કે મારો રાજ્ય બહાર જવાનો સવાલ ઉભો નથી થતો. હું કર્ણાટકમાં રહીને અહીંના લોકોની સેવા કરીશ.