બેંગલુરુઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ છે. કોંગ્રેસે તેના ઉમેદવારોની છઠ્ઠી અને અંતિમ યાદી જાહેર કરી હતી. કોંગ્રેસે પાંચ બેઠકો માટે ટિકિટની જાહેરાત કરીને તમામ 224 બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા છે. કોંગ્રેસે રાયચુર વિધાનસભા મતવિસ્તારથી મોહમ્મદ શાલમ, શિદલાઘાટથી બીવી રાજીવ ગૌડા, સીવી રમણ નગરથી એસ આનંદ કુમાર, અરકાલાગુડુ વિધાનસભા મતવિસ્તારથી એચપી શ્રીધર ગૌડા, મેંગલોર નગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારથી ઇનાયત અલીને ટિકિટ જાહેર કરી છે.
કોંગ્રેસે તેના ઉમેદવારોની છઠ્ઠી અને અંતિમ યાદી જાહેર કરી દીધી બોમાઈ સામે ઉમેદવાર બદલ્યા: આ પહેલા બુધવારે પાંચમી યાદીમાં યાસિર અહેમદ ખાન પઠાણના નામ સહિત વધુ ચાર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. જેમને શિગગાંવ વિધાનસભા ક્ષેત્રમાંથી મુખ્યપ્રધાન બસવરાજ બોમાઈ સામે ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસે અગાઉ મુખ્યપ્રધાન સામે મોહમ્મદ યુસુફ સાવનુરને ટિકિટ આપી હતી. હવે સાવનુરની જગ્યાએ પઠાણને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કોંગ્રેસના ઉમેદવારોની આ પાંચમી યાદીમાં પઠાણ ઉપરાંત ત્રણ અન્ય નામો પણ સામેલ છે. મુલબાગલથી બીસી મુદ્દુગંગાધર, કેઆર પુરાથી ડીકે મોહન અને પુલકેશનગરથી એસી શ્રીનિવાસને ટિકિટ અપાઈ છે.
આ પણ વાંચો:Karnataka Election 2023 : ચૂંટણીમાં ક્યાં કારણોસર ગુજરાતના મુખ્યપ્રધાનની સ્ટાર પ્રચારમાં પસંદગી ન થઈ જૂઓ
12 મતવિસ્તારોમાં ઉમેદવારો બદલ્યા: ભારતીય જનતા પાર્ટી (BJP)માંથી JD(S)માં આવેલા વરિષ્ઠ નેતા અને વિધાન પરિષદના સભ્ય અયાનુર મંજુનાથને શિવમોગાથી ટિકિટ આપવામાં આવી છે. આ સાથે પાર્ટીએ સાત બેઠકો પર કોંગ્રેસ સહિત અન્ય પક્ષોના ઉમેદવારોને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. પાર્ટીએ અગાઉ જાહેર કરેલી બે યાદીમાંથી 12 મતવિસ્તારોમાં ઉમેદવારો બદલ્યા છે. JD(S) એ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કસિસ્ટ (CPI) અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (RPI) ના ઉમેદવારોને ત્રણ-ત્રણ બેઠકો પર અને કોંગ્રેસના ઉમેદવાર દર્શન ધ્રુવનારાયણને નંજનગુડમાં સમર્થન આપવાની જાહેરાત કરી છે.
આ પણ વાંચો:Karnataka Election 2023: ભાજપના ઉમેદવાર નાગરાજનું નામ અમીર નેતાઓના લિસ્ટમાં, જાણો કેટલી છે તેમની કુલ સંપત્તિ
10 મેના રોજ મતદાન: કર્ણાટકની તમામ 224 વિધાનસભા બેઠકો માટે 10 મેના રોજ મતદાન થશે અને મતગણતરી 13 મેના રોજ થશે. કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 20 એપ્રિલ છે. 10 મેના રોજ મતદાન થશે જ્યારે મતગણતરી 13 મેના રોજ થશે. કર્ણાટકમાં 10 મેના રોજ યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે જનતા દળ સેક્યુલરે બુધવારે 59 ઉમેદવારોની ત્રીજી યાદી પણ બહાર પાડી હતી.