- મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં રસીની અછત
- 18થી 44 વર્ષની વય જૂથ માટે અટકાવ્યું રસીકરણ અભિયાન
- 45 વર્ષથી ઉપરના જૂથો માટે રસીના ડોઝનો ઉપયોગ કરવાનો નિર્ણય
મુંબઇ/બેંગલુરુ: મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં એન્ટિ કોવિડ-19 રસીઓની અછતને કારણે રાજ્ય સરકારે 18થી 44 વર્ષની વય જૂથ માટે રસીકરણ અભિયાનને અસ્થાયીરૂપે અટકાવ્યું છે અને 45 વર્ષથી ઉપરના જૂથો માટે રસીના ઉપલબ્ધ ડોઝનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે. મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે અને કર્ણાટકના આરોગ્ય મંત્રાલયે આ અંગે માહિતી આપી હતી.
આ પણ વાંચો: જૂનાગઢમાં છેલ્લા 3 દિવસથી સિનિયર સિટિઝન્સ કોરોના રસીથી વંચિત
મહારાષ્ટ્રમાં રાજ્ય પ્રધાનમંડળની બેઠક દરમિયાન તેનો નિર્ણય લેવામાં આવ્યો હતો
પ્રધાને કહ્યું કે, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)એ મહારાષ્ટ્ર સરકારને જાણ કરી દીધી છે કે, તે 20 મેથી રાજ્યમાં 1.5 કરોડ કોવિશિલ્ડ રસી આપી શકશે.
ટોપે કહ્યું, '45 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસીકરણ માટે રસીનો પૂરતો પુરવઠો નથી. તેથી રાજ્ય પ્રધાનમંડળે નિર્ણય લીધો છે કે, 18-44 વય જૂથના લોકો માટે ઉપલબ્ધ રસીનો ઉપયોગ 45 વર્ષથી વધુ વયના લોકો માટે કરવામાં આવશે. તેથી જ અમે 18-44 વર્ષની વય જૂથના લોકો માટે કેટલાક સમય માટે રસીકરણ બંધ કરી રહ્યા છીએ.'
ભારત બાયોટેક બનાવે છે 'કોવેક્સિન' રસી
પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા 'કોવિશિલ્ડ' રસી બનાવે છે. જ્યારે ભારત બાયોટેક 'કોવેક્સિન' રસી બનાવે છે.