કર્ણાટક:કોડાગુ જિલ્લાના પાલીબેટ્ટાના એક ખેડૂતે પોતાના બગીચામાં દુર્લભ ગણાતા લીંબુ ઉગાડીને સૌ કોઈને આશ્ચર્યમાં નાખી દીધા છે. ખાસ વાત એ છે કે તેમના બગીચામાં ઉગાડેલા દરેક લીંબુનું વજન લગભગ 5 કિલો જેટલું છે. ગામના લોકો અને સ્થાનિક ખેડૂતો પણ તેમનો આ લીંબુનો વિશાળ બગીચો જોઈને નવાઈ પામી રહ્યાં છે. આ મહાકાય લીંબુનો બગીચો પૂર્વ જિલ્લા પંચાયતના સભ્ય અને સામાજિક કાર્યકર મુકોંડા વિજુ સુબ્રમણીના કોફી ગાર્ડનમાં આવેલો છે. તેમના બગીચામાં લીંબુના છોડમાં નાની સાઈઝથી લઈને 5 કિલો વજન સુધીના લીંબુ ઉગાડવામાં આવ્યા છે.
Karnataka Farmer: પાંચ-પાંચ કિલોના 'લીંબુડા ઝૂલે તારી બાગમાં..' આ ખેડૂતે મહાકાય લીંબુ ઉગાડીને સૌ કોઈને ચોંકાવ્યાં - મહાકાય લીંબુ
સામાન્ય રીતે આપ પાંચ કિલો લીંબુ ખરીદો તો એમાં થેલી ભરાઈ જાય તેટલાં ઘણા બધા લીંબુઓ આવતા હોય છે. પરંતુ કર્ણાટકના એક ખેડૂતનું એક લીંબુ જ માત્ર 5 કિલો વજનનું છે. તેમનો બગીચામાં આવા મહાકાય લીંબુથી લહેરાય રહ્યો છે અને લોકો પણ તેમના બગીચાના આ લીંબુ જોઈને આશ્ચર્યચકિત થઈ રહ્યાં છે.
Published : Dec 24, 2023, 12:39 PM IST
3 વર્ષ કરી છોડની માવજત: આ અંગે ખેડૂતે જણાવ્યું હતું કે, તેમના ઘરની પાછળના બગીચામાં બીજ વાવ્યું હતું અને થોડા દિવસોમાં બે રોપા ઉગી નીકળ્યાં હતા. ત્યારપછી તેને અહીંથી કાઢીને બગીચાની બાજુમાં જૈવિક ખાતરનો ઉપયોગ કરીને વાવેતર કરવામાં આવ્યું હતું. આ છોડને 3 વર્ષ સુધી માત્ર ઉછેરવામાં આવ્યો હતો તેમાં ફૂલો કે ફળ આવતા ન હતાં, તેથી તે કયો છોડ છે તે શોધવું શક્ય ન હતું. જોકે, થોડા મહિનાઓ પહેલાં આ છોડમાં મોટા આકારના જાસ્મિન ફૂલો આવ્યાં હતાં, જે પાછળથી શીંગોમાં ફેરવાયા હતા. અને પછી થોડા મહિના બાદ તે મોટા થઈ ગયાં અને વિશાળ કદમાં વૃદ્ધિ પામ્યાં.
અંડાકાર આકારના લીંબુ: ખેડૂતે વધુમાં જણાવ્યું કે, આ પ્રકારનાં લીંબુ ઇટાલી અને યુરોપીયન દેશોમાં પણ ભાગ્યે જ જોવા મળે છે, આ છોડને સામાન્ય રીતે તમામ પ્રકારની આબોહવા અનુકૂળ થાય છે. તેનું ફળ અંડાકાર આકારનું હોય છે અને તેમાં નાના બીજ હોય છે. ફળોની ત્વચા નિસ્તેજ અને રસદાર પલ્પ હોય છે અને તેનો ઉપયોગ અથાણાં અને ઠંડા પીણા બનાવવા માટે થાય છે. ઉપરાંત, તેના ઘણા આરોગ્યપ્રદ ઉપયોગો અને ઔષધીય ઉપયોગો છે.