ગુજરાત

gujarat

By

Published : Jun 24, 2022, 7:20 PM IST

ETV Bharat / bharat

ગટરની કેનાલમાંથી કાચની બરણીમાં પેક 7 મૃતભૃણ મળ્યા, હોસ્પિટલનું કાવતરૂ કે...

કર્ણાટકના બેગલાવીમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે કે, ભલભલા મર્દના રૂંવાડા ઊભા થઈ જાય. કળયુગમાં કટ્ટરતા માણસના મનમાં પાણીમાં જામેલી લીલની જેમ ઘર કરી ગઈ છે. કોઈ વ્યક્તિ તો ઠીક પણ કસાઈ રૂપી માણસને ભૃણની (Foetus Found in Canal) પણ દયા નથી આવતી. મા તે મા આ વાતને ખોટી પાડતો હચમચાવી (Police Complaint Filed) દેતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક ગટરની લાઈનમાંથી એક કે બે નહીં પણ સાત-સાત મૃતભૃણભૃણ (7 Foetus Found) મળી આવ્યા છે. ખરેખર કોઈનું પાપ છુપાવવા માટે આવું કરાયું કે, કોઈ હોસ્પિટલનું કારસ્તાન છે એ અંગે પોલીસ સુધી મામલો પહોંચ્યો છે.

ગટરની કેનાલમાંથી કાચની બરણીમાં પેક 7 મૃતભૃણ મળ્યા, હોસ્પિટલનું કાવતરૂ કે..
ગટરની કેનાલમાંથી કાચની બરણીમાં પેક 7 મૃતભૃણ મળ્યા, હોસ્પિટલનું કાવતરૂ કે..

બેલગાવીઃકોઈ મોટી ગટરમાંથી કાચની બરણીમાં પેક કરેલા સાત નવજાત શિશુ (Foetus Found From Canal) મળે તો? ભલભલા વ્યક્તિના પગ નીચેથી જમીન તો પાતાળ સરકી જાય. શુક્રવારના રોજ મડલૂગી નગરમાંથી સાત મૃતભૃણ મળી આવતા સમગ્ર પંથકમાં (Foetus Found) ચકચાર મચી ગઈ છે. કાચની બરણીમાં પેક (Foetus wrapped in boxes) કરીને એને ગટરમાં ફેંકી દેવામાં આવ્યા હતા. સ્થાનિકો આ પ્રકારના ભૃણને જોઈને ગભરાઈ ગયા હતા. કુલ પાંચ બરણીમાંથી સાત મૃતભૃણ (Total Seven Foetue Found) મળી આવતા અનેક પ્રશ્નો ઊભા થયા છે. મૂડલગી બસ સ્ટેન્ડ પાસે આવેલી મોટી ગટરમાંથી આ મૃતભૃણ મળી આવ્યા હતા.

આ પણ વાંચોઃપત્નિની હત્યા કરી બોડી સાથે સુતો રહ્યો પતિ, દિકરીને પણ મારવાનો હતો પ્લાન

જિલ્લા આરોગ્ય અધિકારીએ કહ્યુંઃઆ વસ્તુ કોણે ફેંકી એ અંગે કોઈ વિગત સામે નથી આવી. પોલીસે સમગ્ર સ્થળની તપાસ કરીને કાયદેસરના પગલાં લીધા છે. 'મુદાલગી ટાઉન બ્રીજ પર પાંચ બરણીમાંથી સાત મૃતભ્રૃણ મળી આવ્યા છે. આ દેખીતી રીતે ગર્ભપરીક્ષણ અને ગર્ભની હત્યા તરીકે ઓળખાય છે. અમે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીશું. આ તમામ પાંચ મહિનાના ગર્ભ છે, એમ જિલ્લા આરોગ્ય અધિકારી મહેશ કોહનીએ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃઅમદાવાદમાં લૂંટ થવાનો સિલસિલો હજુ યથાવત, હોસ્પિટલનો કર્મચારી લૂંટાયો

આ પગલું ભરાયુંઃભૃણ પહેલેથી જ સ્થાનિક હોસ્પિટલમાં મૂકવામાં આવ્યા છે. એકવાર કેસ નોંધાયા પછી, તેમને પરીક્ષણ માટે બેલગવી વિજ્ઞાન પ્રયોગશાળામાં લાવવામાં આવે છે. ભ્રૂણની હત્યાની તપાસ માટે એક ટીમ પણ બનાવવામાં આવશે. અમે આ ઘટના અંગે જિલ્લા કલેક્ટરને જાણ કરીશું અને એક ટીમ બનાવીશું', DHOએ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details