- કર્ણાટક રાજ્યના એક ગામમાં લોકોનો સાપ પ્રત્યે અનોખો પ્રેમ
- અત્યાર સુધીમાં સાપથી કોઈ ગ્રામજનોનું મૃત્યુ નહિ
- સાપ ડંખે તો 3 દિવસ મંદિરમાં રાખવામાં આવે
કર્ણાટકઃ રાજ્યના દાવણગરે જિલ્લાના નાગેનહલ્લી ગામમાં સાપ પ્રત્યે અનોખો પ્રેમ અને લાગણી જોવા મળી રહી છે. ગામના લોકો કોબ્રા વિશે જુદી જુદી ધારણા ધરાવે છે. જ્યારે આ ગામના બાળકો પણ કોબ્રાને જોઈને તેની સાથે રમવાનું શરૂ કરે છે. અહીં બાળકોથી લઈને વડીલો સુધી દરેક લોકો સરળતાથી કોઈ પણ ડર વિના કોબ્રાને પકડે છે. આ ગામમાં આ પ્રથા સામાન્ય બની ગઈ છે.
ભગવાન શિવ અને અંજનેયની કૃપાથી સાપ આવી રહ્યા છે ગામમાં
સાપને લઈને નાગેનહલ્લી ગામના લોકોના આ વર્તનને જોતાં, મધ્ય કર્ણાટકના આ ગામને સાપનું ગામ કહેવામાં આવે છે. અહીં લોકો સાપ સાથેના ધાર્મિક સંબંધમાં બંધાયેલા છે અને સરળતાથી તેમની સાથે મળી જાય છે. બાળકોને અહીં સાપ સાથે રમતા જોવાનું સામાન્ય છે. ગામના લોકોનું માનવું છે કે, ભગવાન શિવ અને અંજનેયની કૃપાથી સાપ ગામમાં આવી રહ્યા છે.
અત્યાર સુધીમાં સાપથી કોઈ ગ્રામજનોનું મૃત્યુ નહિ
ગામના વડાની ETV Bharat સાથેની વાતચીતમાં આ ગામની સૌથી આશ્ચર્યજનક બાબત જણાવવામાં આવી છે કે, અત્યાર સુધીમાં કોઈને સાપથી નુકસાન પહોંચ્યુ નથી. ગામમાં મોટી સંખ્યામાં સાપ હોવા છતાં અહીં સર્પ કરડવાથી કોઈનું મોત નીપજ્યું નથી. આ ગામમાં ભગવાન શિવ અને અંજનેયા મંદિરોની નજીક ઘણીવાર સાપ જોઇ શકાય છે.