- વડાપ્રધાન મોદીએ શહિદોને આપી શ્રદ્ધાજંલી
- રાજનાથ સિંહે શહિદ સ્મારક પર શ્રદ્ધાજંલી અર્પણ કરી
- સેનાના ત્રણેય વડાઓ પણ શ્રદ્ધાજંલી અર્પણ કરી
દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે કારગિલ વિજય દિવસની 22મી વર્ષગાઠ પર પાકિસ્તાન સાથે થયેલા યુદ્ધમાં શહિદ થયેલા શહિદોને યાદ કર્યા હતા અને કહ્યું હતું કે તેમની બહાદુરી દેશવાસીઓને દરરોજ પ્રેરીત કરે છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું હતું કે, આપણે તેમના બલિદાનને યાદ કરીએ છે, આપણે તેમની બહાદુરીને યાદ કરીએ છે. આજે કારગિલ દિવસ પર આપણે તેમને શ્રધ્ઘાજંલી અર્પણ કરીએ છે , જેમણે દેશની રક્ષા કરતા પોતાના જીવ ન્યોછાવર કરી દીધા હતા. તેમની બહાદુરી આપણને પ્રેરણા આપે છે. વડાપ્રધાને પાછલા વર્ષે માસિક રેડિયો કાર્યક્રમ કાર્યક્રમ મન કિ બાતની એક કડીમાં કારગિલના શહિદો વિશે દેશવાસીઓ સાથે વિસ્તારથી સંવાદ કર્યો હતો. તેમણે પોતાના ટ્વીટની સાથે આ સંવાદના કેટલાક અંશ પણ ટ્વીટ કર્યા હતા.
આ પણ વાંચો :Kargil Vijay Diwas 2021 : "મારી માં આહિરાણીને કેજો, મે સામી છાતીયે ગોળી ખાદ્યી છે પીઠ પર નહીં"...
રક્ષામંત્રીએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર શ્રદ્ધાજંલી આપી