રાંચી: બોલિવૂડના જાણીતા ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક કરણ જોહરની આગામી ફિલ્મ જુગ જુગ જિયો (Karan johar Film jug jug jeeyo) તેની રીલિઝ પહેલા જ વિવાદમાં (jug jug jeeyo controversy)ફસાઈ ગઈ છે. તેના પર કોપીરાઈટ ઉલ્લંઘનનો આરોપ છે. આવતીકાલે એટલે કે તારીખ 21 જૂને રાંચીની કોમર્શિયલ કોર્ટમાં ફિલ્મનું (jug jug jeeyo Screening in court) સ્ક્રિનિંગ થવાનું છે. તો જ સત્ય અને અસત્યની ખબર પડશે.
આ પણ વાંચો:'થપ્પડ' ફેમ અભિનેતા અંકુર રાઠીએ ગર્લફ્રેન્ડ સાથે ઈંગ્લેન્ડમાં કર્યા લગ્ન, જુઓ તસવીરો આવી સામે
શું છે દાવો:ઝારખંડના રાંચીના રહેવાસી વિશાલ સિંહનો દાવો છે કે, તેણે બન્ની રાની નામથી વાર્તા તૈયાર કરી હતી. તેનો સારાંશ ધર્મા પ્રોડક્શનને મોકલવામાં આવ્યો હતો. પરંતુ ફેબ્રુઆરી 2020 પછી, કોરોનાને કારણે, ફિલ્મ ઉદ્યોગનું કામ અટકી ગયું. પરંતુ તાજેતરમાં જ્યારે તેણે કરણ જોહરની આગામી ફિલ્મ જુગ જુગ જિયોનું ટ્રેલર જોયું તો તેના હોશ ઉડી ગયા. આ સમગ્ર મામલે અરજદાર વિશાલ સિંહે કહ્યું કે તેઓ નાના શહેરોની પ્રતિભાઓ સાથે થઈ રહેલા અન્યાયને ઉજાગર કરવા માંગે છે. તે કહેવા માંગે છે કે કેવી રીતે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ટોચ પર બેઠેલા લોકો કોઈની મહેનત છીનવી લે છે.