- કોંગ્રેસ વિના UPA આત્મા વિનાના શરીર સમાન
- મમતા બનર્જીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા
- મમતાની ચિંતા કહ્યું દેશને સલામત રાખવાની જરૂર
નવી દિલ્લી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પશ્વિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીની હવે કોઇ UPA નથી, આ સંબધિત ટિપ્પણી ઉપર આજે કહ્યું છે કે, કોંગ્રેસ વગર સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (UPA) માત્ર શરીર સમાન (With no Congress UPA left without soul) હશે, જેમાં આત્મા નહી હોય.
કોંગ્રેસ વિના UPA આત્મા વગરના શરીર સમાન
તેણે ટ્ટીટ કર્યું છે કે, કોંગ્રેસ વિના UPA આત્મા વગરના શરીર સમાન છે. આ સમય વિપક્ષી એકતા દેખાડવાનો છે. ઉલ્લેખનીય છે કે, બુધવારે મુંબઇ સ્થિત એક કાર્યક્રમમાં તૃણમૃલ કોંગ્રેસ (TMC)ના પ્રમુખ મમતા બેનર્જીએ નિવદનમાં આપતા કહ્યું હતું કે, રાજકારણમાં સતત કાર્યરત રહેવું જરૂરી છે. તેણે રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરતાં બોલ્યા કે, તમે વધુ સમય વિદેશમાં ના રહી શકો.
આ પણ વાંચો:Mamata Delhi Visit: વડાપ્રધાન સાથે મુલાકાત કરશે દીદી, 'ત્રિપુરા હિંસા' પર થશે ચર્ચા