ઉત્તરાખંડ:શિયાળા માટે બદ્રીનાથ ધામના કપાટ આજથી વિધિવત રીતે બંધ થઈ રહ્યાં છે. કપાટ બંધ થયા બાદ આ વર્ષની ચારધામ યાત્રાનું પણ સમાપન થશે. કપાટ બંધ થયાં પહેલાં, મુખ્ય પૂજારી રાવલ ઇશ્વર પ્રસાદ નમ્બુદરી મહિલાનો વેશ ધારણ કરી માતા લક્ષ્મીની પ્રતિમાને ભગવાન બદ્રી-વિશાલના ધામના ગર્ભગૃહમાં પ્રતિષ્ઠિત કરશે. ત્યાર બાદ પુજારી ઉદ્ધવજી તેમજ કુબેરજીને મંદિના પ્રાંગણમાં લાવશે, બપોરે 3.33 કલાકે ભગવાન બદ્રીનાથના મંદિરના કપાટ બંધ થઈ જશે. ભગવાન બદ્રી-વિશાલના કપાટ બંધ થયા બાદ, લોકોને મંદિર સુધી જવાની મંજૂરી આપવામાં આવતી નથી. મહત્વપૂર્ણ છે કે, બદ્રીનાથ ધામને ગેંદાના ફૂલોથી સુંદર રીતે શણગારવામાં આવ્યું છે.
શું છે ઐતિહાસિક વિધિ: બદ્રીનાથ ધામમાં ભગવાન વિષ્ણુ નર અને નારાયણ સ્વરૂપે બિરાજમાન છે. ધામમાં ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મી, ભગવાન ગણેશ, કુબેર અને ઉદ્ધવની મૂર્તિઓ પણ પ્રસ્થાપિત છે. તેથી, બદ્રીનાથના કપાટ બંધ કરતી વખતે, પુજારી (રાવલ) એ સ્ત્રીની જેમ શ્રૃંગાર કરવો પડે છે. ઉદ્ધવ જી, ભગવાન કૃષ્ણના બાળપણના મિત્ર હોવા ઉપરાંત, તેમનાથી મોટા પણ છે, જેના કારણે ઉદ્ધવજી દેવી લક્ષ્મીના જેઠ થયાં.
વર્ષોથી ચાલી આવતી પરંપરા: હિંદુ ધર્મમાં વહુ જેઠ સામે નથી આવતી, જેના કારણે ઉદ્ધવજી મંદિરમાંથી બહાર આવે છે ત્યારે જ દેવી લક્ષ્મી મંદિરમાં બિરાજમાન થાય છે. દેવી લક્ષ્મીની વિગ્રહ પાલખીને પર પુરૂષ ન સ્પર્શે માટે, મંદિરના પુજારીને સ્ત્રીનો વેશ ધારણ કરીને માતાની પ્રતિમારૂપી પાલખીનું વહન કરે છે અને આ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે.
બદ્રીનાથ ધામ 10 ક્વિન્ટલ ફુલોથી શણગારાયું: આપને જણાવી દઈએ કે શિયાળાની ઋતુમાં ભગવાન બદ્રી-વિશાલના દ્વાર ભક્તો માટે બપોરે 3.33 વાગ્યે બંધ થઈ જશે. શુક્રવારે સાંજે 10 હજારથી વધુ ભક્તો બદ્રીનાથ ધામમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા. બદ્રીનાથ ધામને 10 ક્વિન્ટલ ફૂલોથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. આ વર્ષે 18 લાખ 25 હજારથી વધુ ભક્તોએ ભગવાન બદ્રી વિશાલના દર્શન કર્યા છે. બદ્રીનાથ ધામમાં 14 નવેમ્બરથી ચાલી રહેલી પંચ પૂજાઓમાં પહેલા દિવસે ધામમાં સ્થિત ગણેશ મંદિરમાં, બીજા દિવસે કેદારેશ્વર અને આદિ શંકરાચાર્ય મંદિરોમાં અને ત્રીજા દિવસે ખડક પૂજા કરવામાં આવી હતી.
સ્ત્રીનો વેશ ધારણ કરે છે પૂજારીઓ:દેવી લક્ષ્મીનું મહાત્મય: આ પ્રસંગે પૂજારીએ દેવી લક્ષ્મીની પૂજા કરી તેમને એક ખાસ પ્રકારનું વસ્ત્ર અર્પણ કર્યું હતું. આ સાથે આ વર્ષની ચારધામ યાત્રાનું સમાપન થશે. બદ્રીનાથ ધામના કપાટ બંધ થતાં પહેલાં ચાલી રહેલી પાંચ પ્રકારની પૂજાઓના ક્રમમાં, ધામના મુખ્ય પૂજારી, રાવલ ઈશ્વરી પ્રસાદ નંબૂદીરીએ સ્ત્રીનો વેશ ધારણ કરીને દેવી લક્ષ્મીને બદ્રી વિશાલના ગર્ભગૃહમાં બેસવાનું આમંત્રણ આપ્યું.
- kedarnath Dham Kapat Closed: પવિત્ર કેદારનાથ ધામના કપાટ થયાં બંધ, હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું કેદારનાથ પરિસર
- Chardham Yatra 2023 : ભાઈબીજના દિવસે બંધ થશે કેદારનાથ અને યમુનોત્રીના કપાટ, ચારધામ યાત્રા પૂર્ણતા તરફ