ગુજરાત

gujarat

ETV Bharat / bharat

kanpur alam beg skull: કાનપુરના વીર સિપાહીની ખોપરી 166 વર્ષ પછી પરત લવાશે - પ્રોફેસર જ્ઞાનેશ્વર ચૌબે

કાનપુરના વીર સિપાહી આલમ બેગની ખોપરીને ભારત લાવવામાં મળી છે મોટી સફળતા. 166 વર્ષ બાદ વીર સપૂતની ખોપરી સ્વદેશ આવશે પરત. કાનપુર સહિત દેશ અને દુનિયામાં સમાચારે ઉત્સુક્તા જગાવી છે.

kanpur-alam-beg-skull
kanpur-alam-beg-skull

By

Published : Aug 5, 2023, 2:30 PM IST

Updated : Aug 5, 2023, 3:29 PM IST

કાનપુરઃ કાનપુર શહેર માટે એક ઐતિહાસિક સમાચાર આવ્યા છે. કાનપુરના વીર સિપાહી આલમ બેગની ખોપરીને ભારત પરત લાવવામાં વૈજ્ઞાનિકોને સફળતા મળી છે. પંજાબ પોલીસ દિલ્હીમાં રહેતા આલમ બેગગના પરિવારજનોને રૂબરૂ મળીને આ ખોપરી સોંપશે. આ ઘટના એક મોટી સફળતા સમાન છે. આ ખોપરીની તપાસ બીએચયુના જીન વિજ્ઞાની પ્રોફેસર જ્ઞાનેશ્વર ચૌબે કરશે. આ પ્રોફેસર દ્વારા માર્ચ 2014માં અજનાલા જિલ્લામાં મળેલા 200 નર ખોપરીના ડીએનએની તપાસ કાર્ય ચાલુ રાખ્યું હતું. શહેરની સાથે દેશ અને દુનિયામાં આ મામલો ચર્ચા સ્પદ બન્યો છે.

કેવી રીતે થઈ ઓળખઃઆ સમગ્ર મામલામાં બીએચયુના પ્રોફેસર ચૌબે જણાવે છે કે 1963માં લંડનના એક પબમાં એક કપલે આ ખોપરીને મળી આવી હતી. આ કપલે તરત જ આ ખોપરી લઈ જવાની ઈચ્છા જણાવી. જ્યારે એમણે ખોપરી મળી ત્યારે તેની આંખોના ભાગે એક કાણમાં એક ચબરખી હોવાનું માલૂમ પડ્યું. જેમાં આલમ બેગની સમગ્ર હકીકત વર્ણવી હતી. આ કપલે યુકેમાં પ્રો. વૈગનરનો સંપર્ક કર્યો. પ્રો. વૈગનરના રીસર્ચ પર આધાર રાખીને આ દાવો કરવામાં આવ્યો છે કે આ ખોપરી ભારતના વીર સપૂત આલમ બેગની છે.

પહેલા ખોપરી પરિવારને સોંપવામાં આવશે. તેના બાદ તેના અંતિમ સંસ્કાર કરાશે. જો કે આ દરમિયાન ડીએનએ તપાસ માટે કવાયત શરૂ કરાશે જેનાથી અન્ય કોઈ રહસ્ય પરથી પણ પડદો હટી શકે અને યોગ્ય જાણકારી બહાર આવી શકે છે... પ્રો જ્ઞાનેશ્વર ચૌબે(પ્રોફેસર, BHU)

ખોપરી ભારત પરત લવાશેઃ આ મામલે ચંદીગઢ યુનિવર્સિટીના પ્રો. જે એસ સહરાવતે કેન્દ્ર અને બ્રિટિશ સરકાર સિવાય યુકેના ઈતિહાસકાર એ. વૈગનરનો સંપર્ક કર્યો. આ સંપર્કને પરિણામે ખોપરીને ભારત લાવવાનો માર્ગ મોકળો બન્યો છે. ગયા અઠવાડીયે આ ખોપરી પ્રો. સહરાવતને સોંપવામાં આવી છે. આ મુદ્દે અજનાલા કાંડને બહાર લાવનાર ઈતિહાસકાર સુરેન્દ્ર કોચર અને તેમની ટીમના સભ્ય એવા પ્રો. જ્ઞાનેશ્વર ચૌબેએ ખુશી જાહેર કરી છે.

  1. Syria New Ambassador: સીરિયામાં નવા રાજદૂતની નિમણૂક કરીને ભારત મોટી ભૂમિકા ભજવવા તૈયાર
  2. Ancient Artifacts: પીએમ મોદીની પહેલ પર USએ ભારતને 105 પ્રાચીન કલાકૃતિઓ પરત કરી
Last Updated : Aug 5, 2023, 3:29 PM IST

ABOUT THE AUTHOR

...view details