કાનપુર:એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં પોલીસ પર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. આ વાયરલ વીડિયો કાનપુરઉત્તર પ્રદેશનો હોવાનું જાણવા મળી રહ્યું છે પરંતુ તે વીડિયોમાં સત્યતા છે કે નહીં તે હજુ કોઇ પુરાવા નથી. પરંતુ આ વીડિયો વાયરલ થતા પોલીસ સામે અનેક સવાલો થઇ રહ્યા છે.
કાનપુર દેહાતમાં માતા-પુત્રીના મોત મામલે SDM, SHO સહિત પર FIR ગરીબ પરિવારને આતંક:મળતી માહિતી અનૂસાર ત્યાનીપ્રશાસનની ટીમ અતિક્રમણ હેઠળના મંદિરને તોડવા ગઈ હતી. આ દરમિયાન મંદિર પાસેની ઝૂંપડીમાં આગ ફાટી નીકળી હતી. જેમાં માતા-પુત્રી જીવતા સળગી ગયા હતા. પીડિતાના પરિવારજનોનો આરોપ છે કે જિલ્લા અને તહસીલ પ્રશાસનની ટીમે ઘરમાં આગ લગાવીને માતા-પુત્રીની હત્યા કરી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે કે કેવી રીતે જિલ્લા પ્રશાસને ગરીબ પરિવારને આતંક આપ્યો. લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો પોલીસ માટે.
આ પણ વાંચો બારમાં ડાન્સ કરનાર યુવતીએ રામલીલાના મંચ પર લગાવ્યા ઠુંમકા, જૂઓ વીડિયો
ચકચાર મચી ગઈ: આ બનાવ બનતાની સાથે આ વિસ્તારમાંચકચાર મચી ગયો હતો. જેના કારણે પોલીસ પણ લોકોનો રોષ જોવા મળી રહ્યો છે. લોકોમાં એટલો ગુસ્સો જોવા મળ્યો હતો કે વહીવટી અધિકારીઓ સ્થળ પરથી વાહન છોડીને ભાગી ગયા હતા. પરંતુ સત્યતા શુ છે તે કહેવું હજુ વહેલું થશે કેમકે આ વીડિયોમાં જે જોવા મળી રહ્યું છે તે વીડિયો વાયરલ છે. ગેરકાયદેસ મંદિર હતુ તેને દુર કરવા માટે પોલીસ પહોંચ્યા હતા. જેમાં આ માતા અને દિકરી હતા તેઓ પણ દાઝી ગયા હોવાની વાત સામે આવી છે.
આ પણ વાંચો IIT Kanpur Convocation : વડાપ્રધાન મોદીએ IIT કાનપુરના 54મા દીક્ષાંત સમારોહમાં કર્યું સંબોધન
બુલડોઝર ચલાવી:તારીખ 14 જાન્યુઆરીના રોજ ડીએમ ઓફિસ પહોંચ્યા બાદ તેઓએ ન્યાયની વિનંતી કરી. આમ છતાં તહસીલ પ્રશાસને બળજબરીથી પીડિતાનું ઘર તોડી પાડ્યું હતું. ડીએમએ પીડિત પરિવારને 3 દિવસમાં ન્યાય આપવાની ખાતરી પણ આપી હતી. પીડિતાના પરિજનોએ જિલ્લા પ્રશાસન પર આરોપ લગાવ્યો છે કે અધિકારીઓએ માતા-પુત્રીને આગ લગાવી દીધી. તે જ સમયે, આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ગામડા સુધી પહોંચ્યા બાદ જિલ્લા વહીવટીતંત્ર કઈ રીતે બુલડોઝર ચલાવી રહ્યું છે તે સ્પષ્ટ જોઈ શકાય છે. જેના કારણે બીજી તરફ ઝૂંપડીમાં આગ લાગે છે અને ઝૂંપડા ધુમાડાથી સળગવા લાગે તે પણ આ વીડિયોમાં જોઇ શકાય છે.