ઉત્તર પ્રદેશ : કાનપુરમાં એક વિચિત્ર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. કાનપુરના ચૌબેપુર વિસ્તારમાં એક યુવતીએ તેના પ્રેમીને તેના ઘરે બોલાવ્યો અને ત્યાં પહેલાથી જ હાજર તેની સહેલીએ તેના પર શારીરિક સંબંધ બાંધવાનું દબાણ કર્યું હતું. જ્યારે તેણે ના પાડી તો યુવતીની સહેલીએ યુવકના પ્રાઈવેટ પાર્ટ પર દાંતથી ઇજાઓ પહોચાડી હતી. જ્યારે પોલીસને આ મામલાની જાણ થઈ તો અધિકારીઓના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
ગ્રામજનોને આવતા જોઈ યુવક ભાગ્યોઃકિસ્સો ચૌબેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામનો છે, જ્યાં એક યુવક રાત્રે તેની પ્રેમિકાના ઘરે તેને મળવા ગયો હતો. પ્રેમિકાએ તેની સહેલીને પણ ત્યાં બોલાવી હતી. આ દરમિયાન હાજર સહેલીએ યુવક પર શારીરિક સંબંધ બાંધવાનું દબાણ કર્યું હતું. યુવકે વિરોધ કરતાં યુવકનું ગુપ્તાંગ કાપી નાખ્યું હતું. યુવકની ચીસોનો અવાજ સાંભળીને રાત્રે ગ્રામજનો એકઠા થવા લાગ્યા હતા અને યુવક સ્થળ પરથી ભાગી ગયો હતો.
યુવકે તેની પત્નીને આખી વાત કહીઃલોહીલુહાણ યુવક ઘરે પહોંચ્યો અને તેની પત્નીને ઘટનાની જાણ કરી હતી. બદનામીના ડરના કારણે તેમને રિપોર્ટ ન નોંધાવવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ, પતિની તબિયત બગડતાં પત્નીએ 112 નંબર ડાયલ કરીને પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવકને પ્રાથમિક સારવાર માટે ચૌબેપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કર્યો હતો. જ્યાંથી યુવકની ગંભીર હાલતને જોતા તેને કાનપુર જિલ્લા હોસ્પિટલ રિફર કરવામાં આવ્યો હતો.
પોલીસે મારપીટનો ગુનો નોંધ્યો: જો કે, હાલમાં ચૌબેપુર પોલીસ આ મામલે કંઈ પણ બોલવામાં અચકાઈ રહી છે. ચૌબેપુર એસઓ કહે છે કે હુમલો કરવાનો કેસ આવ્યો હતો. તેમાં રિપોર્ટ દાખલ કરીને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. પ્રાઈવેટ પાર્ટ પર હુમલા જેવા કોઈ મામલાની માહિતી નથી.
- Gandhinagar Crime : ગાંધીનગર અને અમદાવાદના મંદિરોને ટાર્ગેટ કરતી ચોર ટોળકી પકડાઇ, 21 મંદિરને કરાયા હતા ટાર્ગેટ
- Surat Crime : સિગરેટ પીતાં યુવકને ઠપકો આપ્યો તો ગુંડાતત્વોએ બે દિવસ બાદ આવી વેપારીની હત્યા કરી, ત્રણ આરોપીની ધરપકડ