- જિલ્લાના આરોગ્ય કેન્દ્રમાં રસીકરણ દરમિયાન એક જ મહિલાને બે વાર રસી આપી
- મોબાઇલ પર વાત કરવામાં એટલી મશગુલ હોવાથી બે વાર રસી અપાઇ
- તેના કારણે મહિલાના હાથે સોજો આવ્યો
કાનપુર(યુપી) :જિલ્લાના આરોગ્ય કેન્દ્રમાં રસીકરણ દરમિયાન, એક ANM નર્સે મોબાઇલ પર વાત કરતી વખતે એક મહિલાને બે વાર રસી લગાવી દીદી છે. માંડોલી PSCના આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટ કરાયેલી ANMનર્સ અર્ચનાને આરોગ્ય વિભાગમાં કોવિડ -19 ની જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ અર્ચના તેના મોબાઇલ પર વાત કરવામાં એટલી મશગુલ હતી કે, તેણે સતત બે વાર કોરોના રસી કમલેશ દેવી પર લગાવી દીધી. જેના કારણે કમલેશ દેવી પણ તેના હાથમાં સોજો આવી ગઈ છે.
આ પણ વાંચો : દિલ્હી સરકારનો મહત્વનો નિર્ણય, રજાના દિવસે પણ કોરોના રસીકરણ કરાશે