ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Kannauj IT raids: અત્તરના વેપારી પુષ્પરાજ જૈનના ઘરે સતત પાંચમાં દિવસે ITનાં દરોડા - પરફ્યુમના વેપારીના ઘરે ITના દરોડા

એસપી એમએલસી અને પરફ્યુમના વેપારી પુષ્પરાજ જૈન ઉર્ફે પમ્પીના (Pushparaj Jain News) ઘરે ઈન્કમટેક્સ ટીમના દરોડા (Income tax team raids Pushparaj Jain alias Pumpi's house)સતત પાંચમા દિવસે ચાલુ છે.

Kannauj IT raids: અત્તરના વેપારી પુષ્પરાજ જૈનના ઘરે સતત પાંચ દિવસથી ITનાં દરોડા
Kannauj IT raids: અત્તરના વેપારી પુષ્પરાજ જૈનના ઘરે સતત પાંચ દિવસથી ITનાં દરોડા

By

Published : Jan 4, 2022, 1:35 PM IST

કન્નૌજ:ઉત્તર પ્રદેશમાં, SP MLC (uttar pradesh sp mlc) અને પરફ્યુમના વેપારી પુષ્પરાજ જૈન ઉર્ફે(IT raids on the house of perfume trader) પમ્પીના ઘર પર આવકવેરા ટીમના દરોડા (Kannauj IT raids)સતત પાંચમા દિવસે ચાલુ છે. બપોરના 1.30 વાગ્યે ઈન્કમટેક્સ ટીમ પમ્પી જૈનને કાનપુરથી કન્નૌજ લઈ ગઈ. કહેવામાં આવી રહ્યું છે કે એક આઈટી ઈન્સ્પેક્ટર અને ચાર સભ્યો હજુ પણ ઘરની અંદર હાજર છે. સૂત્રોનું માનીએ તો ટીમને ઘરમાંથી 50 લાખ રૂપિયાની રોકડ, 60 લાખ રૂપિયાની ચાંદી અને 30 લાખ રૂપિયાની કિંમતના સોનાના દાગીના મળી આવ્યા છે. આ સાથે દુબઈમાં તેના વિલા વિશે પણ માહિતી મળી છે. આ સિવાય કોલકાતાની ઘણી સેઇલ કંપનીઓ સાથેના વ્યવહારો અને કાગળ વગરની વિદેશી કંપનીઓ સાથેના વ્યવહારો પણ ખુલ્યા છે.

શું છે સમગ્ર મામલો

સમાજવાદી પરફ્યુમ બનાવીને લાઈમલાઈટમાં આવેલા એસપી એમએલસી પુષ્પરાજ જૈન (Pushparaj Jain News)ઉર્ફે પમ્પી જૈનના ઘરે પાંચમાં દિવસે એટલે કે મંગળવારે પણ દરોડા ચાલુ છે. સોમવારે ઈન્કમટેક્સ ટીમ પમ્પી જૈનને તપાસ માટે કાનપુર(Income tax team to investigate Pompey Jain in Kanpur) લઈ ગઈ હતી. તિલક નગરમાં અતુલ જૈનના ઘરે તપાસ કર્યા બાદ ટીમ તેને આનંદપુરીના સાળા ડૉ.અનુપ જૈનના ઘરે તપાસ માટે લઈ ગઈ. તે જ સમયે, રાત્રે લગભગ દોઢ વાગ્યે, ટીમ પમ્પી જૈનને કાનપુરથી કન્નૌજ પરત લાવી હતી.

આ પણ વાંચોઃWomen Crime In UP : PM મોદીને કાળો ઝંડો દેખાડનાર મહિલાને મારવામાં આવી ગોળી

કન્નૌજમાંથી લગભગ 50 લાખ રૂપિયા રોકડા

સૂત્રોનું માનીએ તો કન્નૌજમાંથી લગભગ 50 લાખ રૂપિયા રોકડા, 30 લાખ રૂપિયાના સોનાના દાગીના, 60 લાખ રૂપિયાની ચાંદી મળી હોવાની વાત છે. આ ઉપરાંત ટીમે દુબઈમાં વિલા અને કોલકાતામાં અનેક સેલ કંપનીઓ સાથેના વ્યવહારો સામે આવ્યા છે. આ સાથે ટીમને વિદેશી કંપનીઓ સાથે કાગળ વગરના વ્યવહારોની માહિતી મળી છે.

ફૈઝાન મલિક સહિત 33 સ્થળો પર દરોડા

જણાવવામાં આવી રહ્યું છે કે પુષ્પરાજ જૈનના ઘરે આઈટી ઈન્સ્પેક્ટર અને ચાર સભ્યોની ટીમ તપાસમાં લાગેલી છે. જ્યારે ફૈઝાન મલિક સહિત 33 સ્થળો પર દરોડા અને તપાસ પુરી થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, આવકવેરાની ટીમને દિલ્હીની ફ્રેન્ડ્સ કોલોનીમાં ફૈઝાન મલિકના ત્રણ બંગલા અને 1.65 કરોડની જ્વેલરી મળી આવી છે. બિલ વગર પરફ્યુમનો ધંધો થતો હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. આ સાથે ટીમને ઉર્દૂમાં લખેલા ચોપડાના હિસાબો પણ મળ્યા છે.

આ પણ વાંચોઃOmicron Test Kit: ઓમિક્રોનની તપાસ કરતી ટાટાની Omisure કિટને ICMRએ આપી મંજૂરી

ABOUT THE AUTHOR

...view details