- અભિનેતા પુનીત રાજકુમારનું અવસાન
- બાળ કલાકાર તરીકે તે 12 ફિલ્મોમાં અભિનય કર્યો હતો
- પુનીત રાજકુમારને પોતાના અભિનય માટે અનેક પુરસ્કાર મળ્યા છે
બેંગલુરુ: જાણીતા કન્નડ અભિનેતા પુનીત રાજકુમાર(Puneet Rajkumar)નું શુક્રવારે (29 ઓક્ટોબર) નિધન થયું છે. તેઓ 46 વર્ષના હતા. હાર્ટ એટેક(Heart attack) આવતાં તેમને બેંગ્લોરની વિક્રમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સ્થિતિ નાજુક બનતા તેમને આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીત્યો
પુનીત રાજકુમાર કન્નડ સુપરસ્ટાર ડૉ. રાજકુમારનો સૌથી નાનો પુત્ર અને જાણીતા KFI સ્ટાર શિવરાજ કુમારનો નાનો ભાઈ છે. બાળ કલાકાર તરીકે તે 12 ફિલ્મોમાં જોવા મળ્યો છે. તેણે 1986માં બેટ્ટાડ હુવુ ફિલ્મ માટે શ્રેષ્ઠ બાળ અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીત્યો હતો.
ધણી ફિલ્મો રાજકુમારના નામે જાણીતી છે