મુંબઈ : અભિનેત્રી કંગના રનૌતે 2 નવેમ્બર, ગુરુવારે ગુજરાતમાં શ્રી દ્વારકાધીશ મંદિરની મુલાકાત લીધી હતી. તેણે પોતાની મુલાકાતની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી અને કેપ્શનમાં લખ્યું કે, 'મારું મન કેટલાક દિવસોથી ખૂબ જ પરેશાન હતું, જેમ જેમ હું શ્રી કૃષ્ણની આ દિવ્ય નગરી દ્વારકામાં આવી, ત્યારે અહીંની માટીના દર્શન કરીને એવું લાગ્યું કે જાણે મારી બધી ચિંતાઓ દૂર થઈ ગઇ. મારું મન સ્થિર થયું અને મને અપાર આનંદ થયો. હે દ્વારકાના ભગવાન, તમારા આશીર્વાદ હમેંશા મારા પર રાખો. હરે કૃષ્ણ...'
Kangana Ranaut Visits Dwarkadhish : ફિલ્મ ફ્લોપ જતા 'દ્વારકાના રાજા'ને રિઝવવા દ્વારકાનગરી પહોંચી 'બોલિવુડ ક્વિન' - કંગનાની આ ફિલ્મો પણ ફ્લોપ રહી હતી
બોલિવૂડ ક્વીન કંગના રનૌત તાજેતરમાં શ્રી કૃષ્ણની નગરી દ્વારકાધીશ પહોંચી હતી. જેની તસવીરો અને વીડિયો તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.
Published : Nov 3, 2023, 11:08 AM IST
|Updated : Nov 3, 2023, 11:17 AM IST
તેજસ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી ; 27 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી 'તેજસ' બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી રહી નથી. જેના કારણે કંગના નારાજ છે. તેથી જ તેણે દ્વારકાધીશ જવાનું નક્કી કર્યું. તેજસમાં કંગના રનૌતે મુખ્ય ભૂમિકા ભજવી છે. સર્વેશ મેવાડા દ્વારા દિગ્દર્શિત 'તેજસ'એ રિલીઝ થયા બાદ બોક્સ ઓફિસ પર વધુ કમાણી કરી નથી. કંગના ઉપરાંત તેમાં અંશુલ ચૌહાણ, વરુણ મિત્રા, આશિષ વિદ્યાર્થી, વિશાક નાયર, કશ્યપ શાંગારી, સુનીત ટંડન, રિયો કાપડિયા, મોહન અગાશે અને મુશ્તાક કાક પણ છે.
કંગનાની આ ફિલ્મો પણ ફ્લોપ રહી હતી : 'તેજસ' કંગના રનૌતની કારકિર્દીના છેલ્લા આઠ વર્ષમાં બોક્સ ઓફિસ પર સતત 11મી ફ્લોપ સાબિત થઈ રહી છે. તેની છેલ્લી હિટ ફિલ્મ 2015માં આવેલી 'તનુ વેડ્સ મનુ' હતી. જે પછી તેની ઘણી ફ્લોપ ફિલ્મો આવી, જેમાં 'આઈ લવ એનવાય', 'કટ્ટી બટ્ટી', 'રંગૂન', 'સિમરન', 'મણિકર્ણિકાઃ ધ ક્વીન ઑફ ઝાંસી' અને 'જજમેન્ટલ' સામેલ છે. આ સિવાય 'પંગા', 'થલાઈવી', 'ધાકડ' અને 'ચંદ્રમુખી 2' એવી ફિલ્મો છે જેણે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું હતું. હવે કંગના 'ઇમરજન્સી'માં જોવા મળશે. જે આવતા વર્ષે રિલીઝ થશે.