ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બાઈડન અને કમલા હેરિસે રચ્યો ઈતિહાસ, વડાપ્રધાન મોદી પાઠવી શુભેચ્છા - અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ

અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટ ઉમેદવાર જો બાઈડનને ઔતિહાસિક જીત મળી છે.જીત બાદ બાઈડન અને કમલા હેરિસને દુનિયાભરથી શુભકામના પાઠવવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્રમોદી અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ બાઈડન અને કમલા હેરિસને શુભકામના પાઠવી છે.

બાઈડન અને કમાલ હેરિસે રચ્યો ઈતિહાસ
બાઈડન અને કમાલ હેરિસે રચ્યો ઈતિહાસ

By

Published : Nov 8, 2020, 7:37 AM IST

Updated : Nov 8, 2020, 11:32 AM IST

વૉશિંગ્ટન : અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટ પાર્ટીના નેતા બાઈડને રિપબ્લિકન પાર્ટીના પ્રતિસ્પર્ધી ડોનાલ્ડ ટ્રમ્પને હાર આપી છે.ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર જો બાઈડન અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ બનશે. 77 વર્ષના બાઈડન અમેરિકાના રાષ્ટ્રપતિ બનનારા સૌથી વયોવૃદ્ધ વ્યક્તિ છે.કમલા હેરિસ અમેરિકાની પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ બનશે.

વડાપ્રધાન મોદીએ બાઈડનને અભિનંદન પાઠવ્યા

વડાપ્રધાન મોદીએ બાઈડનને અભિનંદન પાઠવ્યા હતા. મોદીએ કહ્યું કે, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પદે રહ્યાં તે દરમિયાન તમે ભારત-અમેરિકાના સંબંધને મજબૂત બનાવવા માટે અતુલનીય કામ કર્યું. હું તમારી સાથે મળીને બંને દેશોના સંબંધોને નવી ઉંચાઈએ પર લઈ જવા માટે તૈયાર છું,દુનિયાભરથી આવી રહેલી શુભકામના વચ્ચે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને ક્લિંટને બાઈડન અને કમલા હેરિસને ઐતિહાસિક જીતની શુભકામના પાઠવી છે.

અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત મેળવેલ ડેમોક્રેટિક પાર્ટીના નેતા જો બાઈડનને શુભકામના પાઠવી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત મેળવવા માટે ડેમોક્રેટિક પાર્ટીના નેતા જો બાઈડનને શુભકામના પાઠવી છે. તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ કાર્યકાળ દરમિયાન ભારત-અમેરિકી સંબંધોને વધુ મજબુત બનાવવા માટે તેમના યોગદાનની પણ વાત કરી છે.

ભારતીય-અમેરિકીઓ માટે ગર્વ

મોદીએ ટ્વિટમાં અમેરિકાની ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવેલી કમલા હેરિસને પણ જીતની શુભકામના પાઠવી છે અને તેમની જીતને ભારતીય-અમેરિકીઓ માટે ગર્વ ગણાવ્યો છે.વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જો બાઈડન શાનદાર જીત માટે તમને શુભકામના, ઉપરાષ્ટ્રપતિ, ભારત-અમેરિકાના સંબંધોને મજબુત કરવામાં તમારું યોગદાન મહત્વપુર્ણ અને અમૂલ્ય હતુ. હું ભારત-અમેરિકાના સંબંધોને વધુ ઉંચાઈ પર લઈ જવા માટે ફરી એક વખત સાથે મળી કામ કરવા માટે ઉત્સુક છુ.

કમાલા હેરિસ જીત બદલ શુભકામના

મોદીએ કહ્યું કે, કમાલા હેરિસ જીત બદલ શુભકામના, તમારી જીત માર્ગદર્શક છે અને આ બધા જ ભારતીય -અમેરિકીઓ માટે ગર્વનો વિષય છે.કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ જો બાઈડનને અમેરિકાના રાષ્ટ્રપતિ અને ભારતીય મૂળની કમલા હેરિસને ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવવા માટે શુભકામના પાઠવી છે.

Last Updated : Nov 8, 2020, 11:32 AM IST

ABOUT THE AUTHOR

...view details