ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Kalyan Singh: ભાજપની "કેસરી બ્રિગેડના અગ્રધ્વજ" દિગ્ગજ નેતાનું નિધન

આરએસએસના ( RSS ) કાર્યકરથી માંડીને દેશના સૌથી મોટા રાજ્યના ઉચ્ચતમ હોદ્દાઓ પર કબજો મેળવવા સુધીની કલ્યાણસિંહની ( Kalyan Singh ) જીવનસફર સંઘર્ષ, કઠોરતા, ખંત અને નિશ્ચયની કથા છે. શનિવારે મોડી સાંજે જિગ્ગજ નેતાનું નિધન થયું હતું.

Kalyan Singh: ભાજપની "કેસરી બ્રિગેડના અગ્રધ્વજ" દિગ્ગજ નેતા
Kalyan Singh: ભાજપની "કેસરી બ્રિગેડના અગ્રધ્વજ" દિગ્ગજ નેતા

By

Published : Aug 21, 2021, 9:53 PM IST

  • ભાજપના કદાવર નેતા કલ્યાણ સિંઘની રાજકીય સફર
  • આરએસએસના કાર્યકર તરીકે શરુ થઈ હતી કારકિર્દી
  • મુખ્યપ્રધાન, રાજ્યપાલ સહિતના પદો પર છોડી આગવી છાપ

નવી દિલ્હીઃ5 જાન્યુઆરી, 1932ના રોજ ઉત્તરપ્રદેશના અલીગઢમાં એક ખેડૂતના પરિવારમાં જન્મેલા કલ્યાણસિંઘ ( Kalyan Singh ) નું નાનપણ સંઘર્ષથી ભરેલું હતું. તેઓે બાળપણથી જ હિન્દુત્વ ફિલસૂફી સાથે સંકળાયેલા હતાં. શિક્ષણ પૂર્ણ કર્યાં બાદ તેઓ ( RSS ) આરએસએસમાં જોડાયાં. તેમણે રાજકારણમાં આવવા કોશિશ શરુ કરતાં પોતાની વિચારધારાને જનસંઘ, જનતા પાર્ટી અને પછીના ભાજપ સાથે સામંજસ્ય સાધ્યું, ભાજપે એક પક્ષ તેણે કલ્યાણસિંહની સામર્થ્યતાને ઓળખી અને તેમને મુખ્યપ્રધાન પણ આપ્યું હતું. ઉત્તરપ્રદેશના વડા તરીકે કલ્યાણસિંઘને એક લક્ષ્ય મેળવવા બધું કરી છૂટનાર અનેે રામ મંદિરના મુખર વકીલ તરીકે ઓળખવામાં કોઇને વાંધો ન પડે.

જાહેર રાજકીય કારકિર્દીમાં પદાર્પણ

કલ્યાણસિંઘે ( Kalyan Singh ) મુખ્યધારાના રાજકારણમાં 30 વર્ષની વયમાં ઝંપલાવી દીધું હતું. જનસંઘે તેમને અલીગઢના અતરૌલી વિધાનસભા કેન્ડિડેટ તરીકે પસંદ કર્યાં હતાં. જોકે તેમાં હારી ગયાં પરંતુ તેમણે રાજકારણમાં પ્રયત્ન ચાલુ રાખ્યાં અને પોતાની સૌપહેલી જીત 1987માં કોંગ્રેસ સામે નોંધાવી હતી. પછીના 13 વર્ષ તેઓએ પોતાની બેઠક જાળવી રાખી હતી. 1980માં વિધાનસભા ચૂંટણીમાં કલ્યાણસિંઘે પરાજયનો સ્વાદ ચાખ્યો અને કોંગ્રેસના અનવરખાન જીતી ગયાં હતાં.આમ છતાં અતરૌલીમાંથી કલ્યાણસિંહ 1985માં ફરી જીત્યાં અને છેક 2004 સુધી 19 વર્ષ તેમણે આ બેઠકનું પ્રતિનિધત્વ કર્યું હતું.

પહેલીવાર મુખ્યપ્રધાન પદે બીરાજ્યાં

જ્યારે બાબરી મસ્જિદની ઘટનાથી દેશમાં તણાવ હતો તેવામાં કલ્યાણસિંઘ ( Kalyan Singh ) કટ્ટર હિન્દુત્વા સમર્થક બની ગયાં હતાં. તેમની ચેરિશ્મેટિક પ્રતિભાનો લાભ ભાજપને 1991ની વિધાનસભાની ચૂંટણીમાં 221 બેઠકો પર વિજય મેળવવા સાથે મળ્યો. તેમના સામર્થ્યની સંપૂર્ણ ખાતરી થતાં ભાજપે તેમને મુખ્યપ્રધાન પદનો તાજ પહેરાવ્યો. જો કે, પછીના વર્ષે બાબરી મસ્જિદ તોડી પાડવાની ઘટનામાં કલ્યાણસિંહે નૈતિક જવાબદારી સ્વીકારી અને ઘટનાના કલાકો પછી રાજીનામું આપવાની ઓફર કરી હતી.

વિધાનસભામાં વિપક્ષની પાટલી પર પણ બેઠાં

1993માં અતરૌલી અને કાસગંજ મતવિસ્તારના લોકોએ કલ્યાણસિંઘને ( Kalyan Singh ) પોતાના ધારાસભ્ય તરીકે ચૂંટ્યા હતાં.પણ મુલાયમસિંહ યાદવની સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી (બીએસપી) એ સરકાર બનાવવા ગઠબંધન કર્યું અને ભાજપનો મત હિસ્સો સૌથી વધુ હોવા છતાં કલ્યાણસિંહ અને ભાજપને સત્તાથી દૂર રાખવામાં સફળતા મેળવી હતી. કલ્યાણસિંહ જોકે વિપક્ષ નેતા બન્યાં. સમાજવાદી પાર્ટી અને બીએસપીની ગઠબંધન સરકાર ચાર વર્ષ બાદ ઉકલી ગઇ તે માટે કુખ્યાત ગેસ્ટહાઉસ 'Guest House' પ્રકરણને જશ આપી શકાય.

માયાવતી સાથેના ગઠબંધનવાળી સરકાર રચી

ચૂંટણીને હવે વર્ષ બાકી હતું તેવામાં ભાજપે સરકાર બનાવવા માટે બસપા સાથે જોડાણ કર્યું. ગોઠવણ એવી થઇ કે માયાવતી પહેલાં છ મહિના માટે મુખ્યપ્રધાન પદના શપથ લે. જોકે છ મહિના બાદ જ્યારે સત્તાની ખુરશી કલ્યાણસિંઘને ( Kalyan Singh ) સોંપવાનો સમય આવ્યો ત્યારે માયાવતીના હાથીએ ટેકો ખેસવી દીધો અને સરકાર ગબડી પડી. સિંહે ત્યારે કોગ્રેસના નરેશ અગ્રવાલને વિશ્વાસમાં લીધાં અને તેમણે કોંગ્રેસ છોડીને તરત જ પોતાની લોકતાંત્રિક કોંગ્રેસ પાર્ટી બનાવી દીધી અને તેમાં 21 ધારાસભ્યોને ખેંચી લાવ્યાં. આ લોકોના સપોર્ટના બદલામાં કલ્યાણસિંઘે અગ્રવાલને વીજળીપ્રધાન બનાવીને સાટું વાળી આપ્યું હતું.

અટલ બિહારી બાજપેયી સાથે મનમુટાવ

1990ના દાયકાના અંતમાં કલ્યાણસિંઘ ( Kalyan Singh ) રાષ્ટ્રીય રાજકારણમાં લોકપ્રિય હસ્તી બન્યાં હતાં. જો કે ભાજપના શીર્ષ નેતા અટલ બિહારી વાજપેયી સાથેના તેમન મનમુટાવને કારણે 1999માં પાર્ટી છોડી દેવાની ફરજ પડી હતી. પાંચ વર્ષ પછી તે ફરીથી પક્ષમાં જોડાયા અને બુલંદશહેરના સાંસદ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા હતાં. 2009માં તેમણે આંતરિક ઝઘડાને કારણે વળી એકવાર ભાજપ છોડી દીધો અને તે જ વર્ષે ઉત્તરપ્રદેશના એટાહથી અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા અને જીત્યાં પણ ખરાં. બાદમાં તેમણે પોતાની પાર્ટી જનક્રાંતિ પાર્ટી (Rashtrawadi) ની રચના કરી.

રાજ્યપાલ પદે બે રાજ્ય સંભાળ્યાં

2014ની લોકસભાની ચૂંટણીઓ નજીક આવતા જ તત્કાલીન ભાજપ અધ્યક્ષ નીતિન ગડકરીના સતત પ્રયત્નો બાદ કલ્યાણસિંઘે ( Kalyan Singh ) તેમની જનક્રાંતિ પાર્ટી(આર) ને ભાજપમાં ભેળવી દીધી હતી. ભાજપે તેમને તે વર્ષે 26 ઓગસ્ટના રોજ રાજસ્થાનના રાજ્યપાલ પદથી નવાજ્યાં. જાન્યુઆરી 2015માં તેમને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકેનો વધારાનો હવાલો આપવામાં આવ્યો.

સ્વપ્નસેવી નેતા તરીકે યાદ રહેશે

તેમના રાજકીય જીવનના વળાંક અને નિર્ણયોને ધ્યાનમાં ન લઇએ તો પણ કલ્યાણસિંઘને ( Kalyan Singh ) હંમેશા મોટા ગજાના નેતા તરીકે યાદ રાખવામાં આવશે. એક એવા નેતા, જેણે જેમણે મોટા સ્વપ્ન જોયાં અને સપનાને વાસ્તવિકતામાં પણ ફેરવ્યાં. કલ્યાણસિંઘ વિશેષપણે ઉત્તરપ્રદેશમાં રાજકીય વર્તુળોમાં મહાન વ્યક્તિ તરીકે ચોક્કસપણે નોંધાતા રહેશે તે ચોક્કસ છે.
આ પણ વાંચોઃ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણ સિંહનું સ્વાસ્થ્ય કથળ્યું, PGIના ICUમાં દાખલ કરાયા

આ પણ વાંચોઃપેગાસસ જાસુસી કાંડ મામલે થયેલા હંગામા વચ્ચે યોગી આદિત્યનાથે વિપક્ષ પર કર્યા પ્રહાર

ABOUT THE AUTHOR

...view details