કોચીઃકેરળમાં ખ્રિસ્તી પ્રાર્થના સભામાં થયેલા વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને ત્રણ થઈ ગયો છે. એક સત્તાવાર નિવેદન અનુસાર, એર્નાકુલમ જિલ્લાના મલયત્તૂરની રહેવાસી લિબિના નામની 12 વર્ષની છોકરીનું સોમવારે વહેલી સવારે કલામસેરી સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. હોસ્પિટલના મેડિકલ બોર્ડ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બાળકીને રવિવારે સવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
Kerala Blast : કેરળમાં થયેલા બ્લાસ્ટના કારણે મૃત્યુઆંકમાં થયો વધારો - केरल ब्लास्ट में तीन की मौत
કેરળ વિસ્ફોટની ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલી એક બાળકીનું આજે વહેલી સવારે મૃત્યુ થયું હતું. આ રીતે આ ઘટનામાં મૃતકોની સંખ્યા વધીને 3 થઈ ગઈ છે.
Published : Oct 30, 2023, 9:09 AM IST
ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઇ હતી : બાળકીના શરીરનો 95 ટકા ભાગ ગંભીર રીતે દાઝી ગયો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે વેન્ટિલેટરનો સહારો મળવા છતાં તેની હાલત સતત બગડતી રહી હતી. રાત્રે 12.40 વાગ્યે તેનું અવસાન થયું હતું. કન્વેન્શન સેન્ટરમાં થયેલા વિસ્ફોટોમાં આ ત્રીજું મોત છે. રવિવારે આ સભામાં હાજર બે મહિલાઓએ જીવ ગુમાવ્યો હતો. કલામસેરીમાં આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ સેન્ટરમાં અનેક વિસ્ફોટો દરમિયાન 50 થી વધુ લોકો ઘાયલ થયા હતા.
સભાખંડમાં ભયંકર વિસ્ફોટ થયો હતો : બ્લાસ્ટના કારણે કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અલ્પસંખ્યક ખ્રિસ્તી જૂથ, યહોવાહના સાક્ષીઓના અનુયાયીઓ, ત્રણ દિવસીય પ્રાર્થના જાગરણના અંતિમ દિવસે અહીં એકઠા થયા હતા. ઘટનાના કલાકો પછી, યહોવાહના સાક્ષીઓના સભ્ય હોવાનો દાવો કરનાર એક વ્યક્તિએ થ્રિસુર જિલ્લામાં પોલીસને આત્મસમર્પણ કર્યું અને કહ્યું કે તેણે વિસ્ફોટો કર્યા છે. રવિવારે જ બે લોકોના મોત થયા હતા. જેમાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. જોકે, કેટલાક લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી અને તેમને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હતી.