કલબુર્ગી:મંદિરની નકલી વેબસાઈટ (temple's fake website) બનાવીને પૂજારીએ ભક્તો પાસેથી કરોડો રૂપિયાની છેતરપિંડી કરી. કાલાબુર્ગી જિલ્લાના અફઝલપુર તાલુકામાં સ્થિત પ્રસિદ્ધ મંદિર સુક્ષેત્ર દેવલ ગંગાપુરા દત્તાત્રેયમાં (Sukshethra Deval Ganagapura Dattatreya) છેતરપિંડીની આ ઘટના બની હતી. આ મંદિર મુઝરાઈ વિભાગ હેઠળ આવે છે.
મંદિરોના પૂજારીઓથી થઈ જાઓ સાવઘાન, ભક્તોને મૂર્ખ બનાવી કરી કરોડો રૂપિયાની છેતરપિંડી - DC Yashwant Gurukar
મંદિરની નકલી વેબસાઈટ બનાવીને પૂજારીએ ભક્તો પાસેથી કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી. કાલબુર્ગી જિલ્લાના અફઝલપુર તાલુકામાં સ્થિત પ્રસિદ્ધ મંદિર સુક્ષેત્ર દેવલ ગંગાપુરા દત્તાત્રેયમાં (Sukshethra Deval Ganagapura Dattatreya) છેતરપિંડીની આ ઘટના બની હતી.
આ પણ વાંચો:Karnatak: નાગેનહલ્લી ગામમાં સાપ પ્રત્યે અનોખી પ્રતિક્રિયા
સરકારને પહોંચાડ્યું નુકસાન:દેવલ ગંગાપુર દત્તાત્રેય મંદિરના (Sukshethra Deval Ganagapura Dattatreya) પૂજારી છેલ્લા પાંચ-છ વર્ષથી આ છેતરપિંડી કરી રહ્યા છે. આ છેતરપિંડીનો પર્દાફાશ મંદિર વિકાસ સમિતિના અધ્યક્ષ DC યશવંત ગુરુકરે (DC Yashwant Gurukar) 21 જૂને મંદિરની મુલાકાત દરમિયાન કર્યો હતો. મંદિરની સત્તાવાર વેબસાઇટ www.devalganagapur.com(shridatttreyatemple.ghanagapur) છે. પરંતુ મંદિરના પૂજારીઓએ www.ganagapurtemple.com અને અન્ય સાત નકલી વેબસાઈટ ખોલીને ભક્તો પાસેથી પૈસા પડાવી લીધા હતા. કલબુર્ગીના DCએ મંદિરની મુલાકાત લીધી અને 30 મિનિટમાં ડુપ્લિકેટ વેબસાઇટનો પર્દાફાશ કર્યો. DCની સૂચના બાદ દેવલ ગંગાપુરા પોલીસે 7 પૂજારીઓ વિરુદ્ધ FIR (First Information Report) નોંધી છે. એક અંદાજ મુજબ પૂજારીઓએ કરોડોની છેતરપિંડી કરી સરકારને નુકસાન પહોંચાડ્યું છે.