- કોરોનાના કારણે આ વર્ષે પણ નહીં યોજાય કૈલાસ માનસરોવર યાત્રા
- આ વર્ષે 15 જૂને કૈલાસ માનસરોવર યાત્રા શરૂ થવાની હતી
- દર વર્ષે 2,000થી વધુ લોકો યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવે છે
નૈનીતાલઃ કોરોના સંક્રમણના વધતા કેસને ધ્યાનમાં રાખી વિશ્વ પ્રસિદ્ધ કૈલાસ માનસરોવર યાત્રાનું સંચાલન આ વખતે પણ રદ કરવામાં આવ્યું છે. ગયા વર્ષે પણ કોરોનાના કારણે જ યાત્રા રદ કરવામાં આવી હતી. જોકે, આ વખતે 15 જૂને યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો હતો.
આ પણ વાંચોઃઅંબાજીમાં ચૈત્રી પૂનમનો મેળો આ વખતે મોકૂફ રખાયો
નિગમને દર વર્ષે 56 લાખ રૂપિયાથી વધુની આવક થાય છે
કુમાઉં મંડળ વિકાસ નિગમના જીએમ અશોક કુમાર જોશીએ કહ્યું હતું કે, યાત્રા માટે દર વર્ષે 2,000થી વધુ લોકો રજિસ્ટ્રેશન કરાવે છે. 1,080 પ્રવાસીઓની પસંદગી મેડિકલ પરીક્ષણ પછી કરવામાં આવે છે. આ યાત્રાથી કુમાઉં મંડળ વિકાસ નિગમને 56 લાખ રૂપિયાથી વધુની આવક થાય છે. જોકે, આ વર્ષે યાત્રા રદ હોવાથી નિગમને નુકસાન થશે.
આ પણ વાંચોઃજૂનાગઢમાં કોરોનાના ચાલતા સતત બીજા વર્ષે રામ નવમીની શોભાયાત્રા રદ્દ
યાત્રાની તૈયારી થઈ ચૂકી હતી, પરંતુ યાત્રા કોરોનાના કારણે રદ કરવી પડી
કુમાઉં મંડળ વિકાસ નિગમના જીએમે વધુમાં જણાવ્યું હતું કે, કૈલાસ માનસરોવર યાત્રા માટે વિદેશ મંત્રાલય, ITBP, ઉત્તરાખંડ સરકાર સહિત કુમાઉં મંડળ વિકાસ નિગમ અને તમામ વિભાગીય અધિકારીઓની બેઠક યોજાય છે. આપને જણાવી દઈએ કે, વર્ષ 1980થી સતત આ નિગમ કૈલાસ માનસરોવર યાત્રા યોજે છે. જોકે, આ વર્ષે પણ તૈયારી સંપૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ કોરોનાના કારણે યાત્રા રદ કરવી પડી છે.