ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નેશનલ એર સ્પોર્ટ્સ પોલીસી જાહેર, એક લાખથી વધારે નવી રોજગારીની આશા જાણો શું છે નવું આ પોલીસીમાં - નેશનલ એર સ્પોર્ટ્સ પોલીસી

ભારત સરકારે નેશનલ એર સ્પોર્ટ્સ (National Air Sports policy) પોલીસીનું એલાન કરી દીધું છે. કેન્દ્રના નાગિરક ઉડ્ડયન (Ministry of Civil Aviation) પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ (Jyotiraditya M. Scindia) એવી આશા વ્યક્ત કરી છે કે, આવનારા સમયમાં આ ક્ષેત્રથી ભારતમાં રોજગારીનું સર્જન થશે. આ ઉપરાંત આવનારા સમયમાં ભારતમાં એર સ્પોર્ટ્સ અંતર્ગત 10 હજાર કરોડ રૂપિયાની ઈન્ડસ્ટ્રી બની રહેશે.

નેશનલ એર સ્પોર્ટ્સ પોલીસી જાહેર, એક લાખથી વધારે નવી રોજગારીની આશા જાણો શું છે નવું આ પોલીસીમાં
નેશનલ એર સ્પોર્ટ્સ પોલીસી જાહેર, એક લાખથી વધારે નવી રોજગારીની આશા જાણો શું છે નવું આ પોલીસીમાં

By

Published : Jun 8, 2022, 6:02 PM IST

Updated : Jun 8, 2022, 6:19 PM IST

નવી દિલ્હી: નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ (Jyotiraditya M. Scindia) મંગળવારે નેશનલ એર સ્પોર્ટ્સ પોલીસી (National Air Sports policy)ની જાહેરાત કરી છે. આ પ્રસંગે જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, વર્ષ 2030 સુધીમાં ભારતને ટોપ એરસ્પોર્ટ્સ નેશન (Air Sports Nations) બનાવવાની દિશામાં એક પગલું ભરાયું છે. આવનારા સમયમાં ભારત એક એર સ્પોર્ટ્સનું (NASP) ગ્લોબલ હબ બની રહેશે. જે દેશના 1000 કરોડની વાર્ષિક રેવન્યૂ તથા યુવાનો માટે 1 લાખથી વધારે રાજગાર (Recruitment in Air Sports in india) આપશે. આ ક્ષેત્ર નવા વિકાસમાં મદદ કરશે.

આ પણ વાંચો:સરકારે ખેડૂતોને આપી મોટી રાહત, MSPને લઈને કરવામાં આવી જાહેરાત

શું કહ્યું કેન્દ્રના નેતાએ: નાગરિક ઉડ્ડયન પ્રધાને કહ્યું કે, દેશના એર સ્પોર્ટ્સ માર્કેટ પાસે 1000 કરોડ રૂપિયાની ઈન્ડસ્ટ્રી બનાવવાની ક્ષમતા છે. હાલમાં ભારત એર સ્પોર્ટ્સ બિઝનેસથી રૂપિયા 80 કરોડથી 100 કરોડની રેવન્યૂ મેળવી શકે છે. હાલમાં એર સ્પોર્ટ્સનું કદ નાનું છે. જેમાં માત્ર 5000 એર સ્પોર્ટ્સ પ્રેક્ટિસ કરનારા લોકો છે. એનાથી 80થી 100 કરોડની વાર્ષિક રેવન્યૂ આવે છે. પણ આપણે 8000થી 10,000 કરોડથી વધારે રકમની વાર્ષિક રેવન્યૂ બનાવી શકીએ છીએ. આ એક લક્ષ્યાંક છે. આ ઉપરાંત 1 લાખથી વધારે ડાયરેક્ટ રીક્રુરમેન્ટ પોસ્ટ ઊભી કરી શકાય છે.

નેશનલ એર સ્પોર્ટ્સ પોલીસી જાહેર, એક લાખથી વધારે નવી રોજગારીની આશા જાણો શું છે નવું આ પોલીસીમાં

આ ક્ષેત્રમાં પણ અસર:આ પ્રોજેક્ટથી યાત્રા, પ્રવાસન, સિવિલ સર્વિસ અને અન્ય સ્થાનિક પાસાઓને જોડીએ તો આ આંકડો ત્રણ ગણો થઈ જાય છે. સિંધિયાએ કહ્યું કે, નેશનલ એર સ્પોર્ટ્સ પોલીસી તમામ પ્રકારની એર સ્પેસ એરોબેટ્કિસ, એરોમેડલિંગ, પેરાગ્લાઈડિંગ, હૈંગ ગ્લાઈડિંગ, બૈલુનિંગ, ડ્રોન, પેરામોટરિંગ, સ્કાઈ ડાઈવિંગ વગેરે સ્પોર્ટ્સને કવર કરી લેશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 2022માં નેશનલ એર સ્પોર્ટ્સના વિષય લોકો પાસેથી મંતવ્ય મંગાવ્યા હતા. આ ફીડબેકના આધાર પર પોલીસી લાગુ કરાઈ છે. સરકારનો એવો પ્રયાસ છે કે એર સ્પોર્ટ્સને એક ઉત્સાહજનક શરૂઆત મળે. તેથી નેશનલ એર સ્પોર્ટ્સ પોલીસી 2022નું એલાન કરાયું છે.

આ પણ વાંચો:ભારતીય મહિલા ટીમની કેપ્ટન મિતાલી રાજે લીધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ

રીસર્ચ બાદ એલાન: નેતાએ દાવો કર્યો છે કે, આ એક લાંબા રીસર્ચ અને ઊંડા અભ્યાસ બાદ પોલીસી જાહેર કરવામાં આવી છે. આજે દેશના ઊભરતા અને નવા ક્ષેત્ર બાજું નજર દોડાવવાની જરૂર છે. એર સ્પોર્ટ્સ સેક્ટર એક એવું ક્ષેત્ર છે જેને ભારતમાં એક ઉદ્યોગ કક્ષાના સ્તર પર પરિવર્તિત કરી શકાય છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે હિમાલય સાથેના પર્વતીય પ્રદેશોની વિવિધતા અને મધ્ય ભારતના મેદાનોથી લઈને પશ્ચિમ-પૂર્વ કિનારે દરિયાકાંઠાના વિસ્તારો સુધીનો વિશાળ ભૌગોલિક વિસ્તાર દેશને હવાઈ રમતનું હબ બનાવવામાં મદદ કરી શકે છે.

યુવાનો માટે નવી તક: ભારતની 70 ટકા વસ્તી 35 વર્ષથી ઓછી વયની છે, જેનો અર્થ છે કે અમારી પાસે 35 વર્ષથી ઓછી વયના લગભગ 950 મિલિયન લોકો એર સ્પોર્ટ્સ ઉદ્યોગમાં જોડાવા માટે પાત્ર છે. કેન્દ્રીય મંત્રીએ આશા વ્યક્ત કરી કે નેશનલ એર સ્પોર્ટ્સ પોલિસી માત્ર ભારતમાંથી જ નહીં પરંતુ વિદેશથી પણ હવાઈ રમત સાથે જોડાયેલા લોકોને આકર્ષિત કરશે. તેમણે કહ્યું કે યુરોપ, ઉત્તર અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સિવાય ભારત હવાઈ રમતો માટે વૈકલ્પિક દેશ બની શકે છે. કઠોર શિયાળો હવાઈ રમત સાથે સંકળાયેલા લોકોને ભારતમાં આવવાની તક આપી શકે છે. જે દેશના યુવાનો માટે એક નવી તક સમાન છે.

Last Updated : Jun 8, 2022, 6:19 PM IST

ABOUT THE AUTHOR

...view details