ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જસ્ટિસ એન. વી. રમના દેશના 48મા CJI બન્યા - નુથલાપતિ વેંકટ રામાના

રાષ્ટ્રપતિ ભવનમાં જસ્ટિસ એન. વી. રમનાએ શનિવારે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જસ્ટિસ રમનાને 48મા CJI તરીકે શપથ લેવડાવ્યા હતા. CJI એસ. એ. બોબડેનો કાર્યકાળ પૂર્ણ થતા જસ્ટિસ રમનાને CJI બનાવવામાં આવ્યા છે.

જસ્ટિસ એન. વી. રમના દેશના 48મા CJI બન્યા
જસ્ટિસ એન. વી. રમના દેશના 48મા CJI બન્યા

By

Published : Apr 24, 2021, 12:00 PM IST

Updated : Apr 24, 2021, 12:30 PM IST

  • પૂર્વ ચીફ જસ્ટિસ એસ. એ. બોબડેએ જસ્ટિસ રમનાનું નામ સરકારને મોકલ્યું હતું
  • ચીફ જસ્ટિસ એસ. એ. બોબડેનો કાર્યકાળ 23 એપ્રિલે પૂર્ણ થઈ ચૂક્યો છે
  • એન. વી. રમના 48મા ચીફ જસ્ટિસ તરીકે શનિવારે શપથ લીધા હતા

નવી દિલ્હી: જસ્ટિસ એન. વી. રમનાએ શનિવારે ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે. તેમણે શનિવારે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કવિંદ દ્વારા સુપ્રીમ કોર્ટના 48મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા.

આ પણ વાંચોઃપટનામાં નીતિશ કુમાર કેબિનેટનું બીજીવાર વિસ્તરણ, 17 પ્રધાનોએ કર્યા શપથ ગ્રહણ

એન. વી. રમના 48મા ચીફ જસ્ટિસ તરીકે શનિવારે શપથ લીધા

જસ્ટિસ એન.વી. રમનાએ ભારતના 48માં મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે શપથ લીધા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે સવારે 11 વાગ્યે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત સમારોહમાં ન્યાયમૂર્તિ રમનાને પદના શપથ ગ્રહણ કરાવ્યા હતા.

આ પણ વાંચોઃસ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે શપથ કાર્યક્રમ યોજાયા

ચીફ જસ્ટિસ એસ. એ. બોબડેનો કાર્યકાળ 23 એપ્રિલે પૂર્ણ થઈ ચૂક્યો છે

જસ્ટીસ રમનાએ શુક્રવારે આ પદ પરથી નિવૃત્ત થયેલા પૂર્વ સીજેઆઈ એસ.એ.બોબડેનું સ્થાન લીધું છે. જસ્ટિસ રમના આંધ્રપ્રદેશ હાઈકોર્ટના પ્રથમ જસ્ટિસ છે કે જે ભારતના ચીફ જસ્ટિસ (CJI) બન્યા છે. CJI તરીકે તેમનો કાર્યકાળ 1 વર્ષ 4 મહિનાનો રહેશે એટલે કે તેઓ 26 ઓગસ્ટ 2022ના રોજ નિવૃત્ત થશે.

જસ્ટિસ એન. વી. રમના દેશના 48મા CJI બન્યા

જસ્ટિસ રમના પાસે દરેક ક્ષેત્રને લગતો બહોળો અનુભવ છે

આપને જણાવી દઈએ કે, જસ્ટિસ રમના ભારતીય રેલવે સહિત વિવિધ સરકારી સંગઠનોના વકીલ પણ રહી ચૂક્યા છે. આ સાથે જ તેઓ આંધ્રપ્રદેશ રાજ્યના એડિશનલ એડવોકેટ જનરલ તરીકે પણ કાર્યરત હતા. તેઓ સિવિલ અને ક્રિમિનલ પક્ષમાં નિષ્ણાત છે. આ સાથે જ તેઓ સંવિધાન, શ્રમ, સેવા, આંતરરાજ્ય નદી વિવાદ અને ચૂંટણી સંબંધિત કેસમાં પણ વકીલાતનો અનુભવ ધરાવે છે.

Last Updated : Apr 24, 2021, 12:30 PM IST

ABOUT THE AUTHOR

...view details