- સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડ કોરોના સંક્રમિત
- કોરોનામાં જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓનો પૂરવઠા મામલે સુનવણી થવાની હતી
- બેંચના એક જજને કોરોનાનું સંક્રમણ થવાથી સુનવણી સ્થગિત
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડ કોરોના વાયરસ સંક્રમિત થયા છે. સુપ્રીમકોર્ટના સૂત્રોએ આ માહિતી આપી હતી.
આ પણ વાંચો : કોરોના મહામારીઃ ઓક્સિજન અને દવાની સપ્લાય અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલુ
બેંચના એક જજને કોરોનાનું સંક્રમણ થવાથી સુનવણી સ્થગિત
સર્વોચ્ચ અદાલતે એક નોટિસ જાહેર કરીને જણાવ્યું હતું કે, ગુરૂવારે જજ ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી પીઠના સમક્ષ કોરોના મહામારી દરમિયાન જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓનો પૂરવઠો સુનિશ્ચિત કરવા માટે સંબંધિત મામલે સુનવણી થવાની હતી. જે બેંચના એક જજને કોરોનાનું સંક્રમણ થવાથી સ્થગિત કરી દીધી હતી.
આ પણ વાંચો : સ્થાનિક રહેણાંક સર્ટિફિકેટ ન હોય તો કોઈ હોસ્પિટલ દર્દીને દાખલ કરવાનો ઈનકાર ન કરી શકેઃ સુપ્રીમ કોર્ટ
જજ ચંદ્રચૂડની તબિયત સારી નથી અને તેઓને સામાન્ય તાવ
સર્વોચ્ચ અદાલતેના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ મામલા પર સુનવણી કરવાવાળા બેંચની અધ્યક્ષતા કરવાવાળા જજ ચંદ્રચૂડની તબિયત સારી નથી અને તેઓને સામાન્ય તાવ છે. તેમણે જણાવ્યું કે,જજ ચંદ્રચૂડની તબિયત સારી થઇ રહી છે.