જૂનાગઢ:આજે વૈશાખ સુદ પુનમ એટલે કે ભક્ત કવિ નરસિંહ મહેતાની 614 મી જન્મ જયંતીની જૂનાગઢમાં ઉજવણી થઈ રહી છે. નરસિંહ મહેતાના જીવનકાળ સાથે ત્રણ જયંતિની ઉજવણી થાય છે. નરસિંહ મહેતાના સદેહે સૃષ્ટિ પર અવતરણને જન્મ જયંતી તરીકે મનાવવામાં આવે છે. ભક્ત કવિ નરસિંહ મહેતાની 614 મી જન્મ જયંતી મનાવવામાં આવી રહી છે. માગશર સુદ સાતમના દિવસે હારમાળા જયંતિ, ચૈત્ર સુદ સાતમના દિવસે તપ પ્રયાણ જયંતી અને વૈશાખ સુદ પૂનમના દિવસે જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે.
આજે નરસિંહ મહેતાની 614મી જન્મજયંતિ, ત્રણ જયંતિની ઉજવણી થતી હોય એવા એક માત્ર ભગત આ પણ વાંચો:Junagadh Mango Auction: કેરીના ચાહકો માટે સારા સમાચાર, થઇ શકે છે આટલો ફાયદો
3 જયંતિની ઉજવણી: દેવીય તત્વની આ પ્રકારે 3 જયંતિની ઉજવણી થતી હોય તેવું ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ કૃષ્ણ ભક્તિના પર્યાય નરસિંહ મહેતાની ત્રણ જયંતિની ઉજવણી જૂનાગઢમાં પણ થતી જોવા મળે છે. તળાજાથી કડવા વચનો સાંભળીને જુનાગઢ સુધી આવેલા નરસિંહ મહેતા અહીં કૃષ્ણ ભક્તિમાં લીન થયા હતા. જ્યાં આજે પણ તેમને હાજરીના પુરાવા રૂપે નરસિંહ મહેતાનો ચોરો આવેલો છે. અહીં ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો ભક્તો નરસિંહ મહેતાના દર્શન કરવા માટે સમગ્ર વર્ષ દરમિયાન આવતા હોય છે. હારમાળા તપ પ્રયાણ અને જન્મ જયંતિનું છે. વિશેષ મહત્વનરસિંહ મહેતાના જીવન સાથે ત્રણ જયંતિ ધાર્મિક દ્રષ્ટિએ જોડાયેલી છે.
આ પણ વાંચો:ઈન્ડોનેશિયાનો એક નિર્ણય કઈ રીતે કાઢશે ખાદ્યતેલના ગ્રાહકોનું 'તેલ', જૂઓ
ગૃહત્યાગ કરી જૂનાગઢ આવ્યા:નરસિંહ મહેતાની કૃષ્ણ ભક્તિ જોઈને નાગરી નાતે તેના પર અનેક શંકા-કુશંકાઓ વ્યક્ત કરી હતી. પોતે શ્રી હરિનો ભક્ત હોવાનો ડોળ કરી રહ્યો છે તેઓ નરસિંહ મહેતા પર આળ મૂકવામાં આવ્યો હતો. કૃષ્ણ ભક્તિમાં લીન થયેલા નરસિંગ મહેતાની ભક્તિના પુરાવા રૂપે શ્રીહરિએ સ્વયં દર્શન આપીને નરસિંહ મહેતા પર પુષ્પોનો હાર ન્યોછાવર કર્યો હતો. ત્યારથી નરસિંહ મહેતાની હારમાળા જયંતિની ઉજવણી થાય છે. ભાભીના કડવા વચનો સાંભળીને મહેતાજીએ કર્યો હતો ઘરનો ત્યાગનરસિંહ મહેતાએ ભાભી ના કડવા વચનો સાંભળીને ઈ.સ 1439 વિક્રમ સંવત 1495 ના ચૈત્ર માસની શુક્લ પક્ષની સાતમ અને સોમવારના દિવસે તપ કરવા માટે ઘરનો ત્યાગ કર્યો હતો. ઘરનો ત્યાગ કર્યા બાદ નરસિંહ મહેતા પરિભ્રમણ કરતા તપોભુમી ગીરનાર પર આવી પહોંચે છે અને અહીં કૃષ્ણ ભક્તિમાં તલ્લીન બની જાય છે.