ગુજરાત

gujarat

By

Published : Mar 26, 2021, 11:49 AM IST

Updated : Mar 26, 2021, 1:09 PM IST

ETV Bharat / bharat

નિકિતા હત્યાકાંડ: આજે થવાંની હતી આરોપીઓને સજા પરંતુ ન્યાયાધીશની જ થઈ ગઈ બદલી..!

નિકિતા તોમર હત્યા કેસના માત્ર 5 મહિના બાદ કોર્ટે આજે એટલે કે શુક્રવારના રોજ બન્ને દોષિતોને સજા સંભળાવી રહી હતી. જો કે, તે પહેલાં કેસની સુનાવણી કરતા ન્યાયાધીશની બદલી થઈ ગઈ છે.

નિકિતા હત્યાકાંડ
નિકિતા હત્યાકાંડ

  • નિકિતાના દોષીઓને સજા કરનાર ન્યાયાધીશની બદલી કરવામાં આવી હતી
  • ન્યાયાધીશની રાજકીય દખલને કારણે બદલી થઈ
  • નિકિતા તોમર હત્યા કેસના બે આરોપીઓ તૌસિફ અને રેહાનને ફાસ્ટ ટ્રેક કોર્ટે દોષી ઠેરવ્યા

ચંદીગઢ: નિકિતા તોમર હત્યા કેસમાં દોષિતોને સજા કરનાર ન્યાયાધીશની બદલી કરવામાં આવી છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ, રાજકીય હસ્તક્ષેપને કારણે આવું બન્યું છે કારણ કે ગુનેગારોને થોડા કલાકોમાં જ સજા સંભળાવવાની હતી.

નિકિતાના દોષીઓને સજા થાય તે પહેલા જ સજા સંભળાવનાર ન્યાયાધીશની થઈ ગઈ બદલી

ન્યાયમૂર્તિ સરતાજ બાંસવાના કેસની સુનાવણી કરી રહ્યા હતા. તેઓને ફરીદાબાદથી રેવારી ખસેડવામાં આવ્યા છે. નિકિતા તોમર હત્યા કેસના બે આરોપીઓ તૌસિફ અને રેહાનને ફાસ્ટ ટ્રેક કોર્ટે દોષી ઠેરવ્યા હતા, જ્યારે હત્યા કેસમાં તૌસિફને હથિયાર પૂરા પાડનાર ત્રીજો આરોપી અઝરુદ્દીનને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા.

આ પણ વાંચો: નિકિતા મર્ડર કેસઃ સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કરવા માટે મળી મંજૂરી

જાણો શું છે સમગ્ર ઘટના

મૂળ ઉત્તરપ્રદેશના હાપુડની રહેતી નિકિતા તોમર ફરીદાબાદના બલ્લભગઢમાં તેના પરિવાર સાથે રહેતી હતી. તે અગ્રવાલ કોલેજમાં બીકોમની અંતિમ વર્ષની વિદ્યાર્થિની હતી. 26 ઓક્ટોબર 2020ના રોજ સાંજે 4:30 વાગ્યે પરીક્ષા આપ્યા બાદ કોલેજની બહાર નીકળી તો તૌસિફે તેના મિત્ર રેહાન સાથે નિકિતાનું કારમાં અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો.

ત્રીજો આરોપી અઝરુદ્દીન તૌસિફને હથિયાર પૂરા પાડતો

જ્યારે નિકિતાએ વિરોધ કર્યો તો તૌસિફે તેને ગોળી મારી દીધી. જેના કારણે નિકિતાનું મોત થયું હતું. આ ઘટના CCTVમાં કેદ થઈ હતી, જેના આધારે પોલીસે તૌસિફ અને રેહાનની ઓળખ કરી બન્નેની ધરપકડ કરી હતી. ત્રીજો આરોપી અઝરુદ્દીન તૌસિફને હથિયાર પૂરા પાડતો હતો.

નિકિતાના માતા-પિતાએ ફાંસીની સજા આપવાનું કહ્યુ

પોલીસે આ મુદ્દે 11 દિવસની અંદર 700 ચાર્જશીટ હાજર કરી હતી અને આ મુદ્દે સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કરવામાં આવી હતી. આ પછી 24 માર્ચે આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કોર્ટ દ્વારા ચૂકાદો આપવામાં આવ્યો હતો. એવામાં આ નિર્ણયનો ફરીદાબાદ જ નહિ પરંતું આખો દેશ રાહ જોઇ રહ્યો છે. નિકિતાના માતા-પિતા આરોપીઓ માટે ફાંસીની સજાની માગ શરૂ કરતા આવી રહ્યા હતા.

આ પણ વાંચો: નિકિતા હત્યા કેસમાં કોર્ટ પોતાનો ચુકાદો આપશે

પોલીસે કોર્ટમાં 600 પેજની ચાર્જશીટ દાખલ કરી

વધુમાં જણાવીએ તો ગત્ત શુક્રવારે પોલીસે કોર્ટમાં 600 પેજની ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં 60 સાક્ષી છે, તો પોલીસે CCTV ફુટેજમાંથી મેળવેલા બધા જ પુરાવા કોર્ટમાં રજૂ કર્યા છે. આ મામલે તૌસીફ મુખ્ય આરોપી છે, જ્યારે રેહાન અને અજરૂ બાકી આરોપી છે. SITએ 25 જેવા મજબુત પુરાવા એકઠા કર્યા છે, જે આરોપીઓને ફાંસીના ફંદા સુધી લઇ જશે.

હરિયાણા સરકારે લવ જેહાદ કાનૂન બનાવવાની પણ ચર્ચા

જે સમયે નિકિતા કોલેજની બહાર જઇ રહી હતી ત્યારે તે રેહાન કોલેજની બહાર કાર લઇને તેની રાહ જોતો હતો. જલદી જ નિકિતા કોલેજના ગેટમાંથી બહાર આવી ત્યારે તેણે તેને કારમાં બેસવા ખેચી પણ નિકિતા કારમાં બેઠી નહીં. જે બાદ તેણે બંદૂકથી નિકિતા તોમરને માથામાં ગોળી મારી હતી અને બન્ને કાર સાથે ત્યાંથી નાસી છૂટયા હતા. આ મુદ્દાને લઇને દેશમાં મોટો બબાલ થઇ ગઇ હતી અને હરિયાણા સરકારને લવ જેહાદ કાનૂન બનાવવાની પણ ચર્ચા કરવી પડી હતી.

Last Updated : Mar 26, 2021, 1:09 PM IST

ABOUT THE AUTHOR

...view details