ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Arrest Jubin Nautiyal Twitter Trend: જુબિન નૌટિયાલની ધરપકડની માંગ, ટ્વિટર પર હંગામો - ખાલિસ્તાન સમર્થક દ્વારા પ્રોગ્રામમાં જુબિન નૌટિયાલ

Singer Jubin Nautiyal ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યો છે. તેના પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, તેમણે જે ખાલિસ્તાન સમર્થકના પ્રોગ્રામનું આમંત્રણ સ્વીકાર્યું છે. આથી ટ્વિટર પર #ArrestJubinNautyal નંબર વન પર ટ્રેન્ડ કરી રહ્યું છે. આ હેશટેગ પર હજારો ટ્વિટ કરવામાં આવી છે. આ દ્વારા પ્રખ્યાત બોલિવૂડ સિંગર જુબિન નૌટિયાલની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી રહી (Khalistani jai singh) છે. તો ચાલો જાણીએ કે આ સમગ્ર મામલો શું છે...

Arrest Jubin Nautiyal Twitter Trend
Arrest Jubin Nautiyal Twitter Trend

By

Published : Sep 10, 2022, 7:46 PM IST

દેહરાદૂનઃબોલિવૂડના સુપરહિટ પ્લેબેક Singer Jubin Nautiyal જેઓ ઉત્તરાખંડના વતની છે, USAના હ્યુસ્ટનમાં યોજાનાર શો માટે ટ્વિટર પર #ArrestJubinNautiyal ટ્રેન્ડ દ્વારા ટ્રોલ થઈ રહ્યો છે, જુબીન નૌટિયાલે ઓગસ્ટ મહિનામાં જ તે શો રદ કરી દીધો છે. હજુ પણ કેટલાક લોકો #ArrestJubinNautyal ટ્રેન્ડ કરીને બદનામ કરવા ટ્વિટર પર ચલાવી રહ્યા છે. આ મામલે, જુબિન નૌટિયાલે પોતે ETV Bharat સાથે વાત કરી હતી.

શું છે મામલોઃ 9 સપ્ટેમ્બરની સાંજથી જ ફેસબુક અને ટ્વિટર પર જુબિન નૌટિયાલ વિરુદ્ધ એક પછી એક પોસ્ટઆવવા લાગી હતી. થોડા સમય બાદ #ArrestJubinNautyal હેશટેગ પર હજારો ટ્વીટ્સ અને રીટ્વીટ થવા લાગ્યા હતા. જાણકારી મેળ્વયા બાદ સામે આવ્યું કે, આ હંગામો અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં યોજાનારા ઝુબિનના શોને લઈને છે. આ શોના આયોજક જય સિંહ નામનો વ્યક્તિ છે, જે ખાલિસ્તાન સમર્થક (Khalistani jai singh) છે અને ચંદીગઢ પોલીસ તેને લગભગ 30 વર્ષથી શોધી રહી છે.

આયોજક ખાલિસ્તાન સમર્થક :કોન્સર્ટનું એક પોસ્ટર પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યું છે. તેની નીચે જયસિંહનું નામ અને નંબર લખવામાં આવ્યો હતો. અમેરિકામાં આ શોને આમંત્રિત કરનાર જય સિંહ ચંદીગઢ પોલીસનો મોસ્ટ વોન્ટેડ ગુનેગાર છે. કહેવામાં આવી રહ્યું છે કે, જય સિંહ નામનો આ વ્યક્તિ ન માત્ર ખાલિસ્તાનનું સમર્થન કરે છે, પરંતુ તેનું નામ આતંકી સંગઠન ISI સાથે પણ જોડાયેલું છે.

જુબિન નૌટિયાલની ધરપકડની માંગ :આ પોસ્ટ્સ સામે આવતાની સાથે જ લોકોએ જુબીન નૌટિયાલને ઘેરી લીધો હતો. આ બાદ, સોશિયલ મીડિયા પર સવાલો ઉભા થયા કે, આખરે જુબીન નૌટિયાલે એ વ્યક્તિનું આમંત્રણ કેવી રીતે સ્વીકાર્યું, જે દેશ વિરોધી ગતિવિધિઓમાં સામેલ છે. આ બાદ લોકોએ જુબિન નૌટિયાલની ધરપકડની માંગ ( Arrest Jubin Nautiyal) પણ શરૂ કરી દીધી છે. જ્યારે ETV ભારત દેહરાદૂન બ્યુરો ચીફ કિરંકાંત શર્માએ આ અંગે જુબિન નૌટિયાલ સાથે વાત કરી તો તેમણે પોતાનો પક્ષ આપ્યો અને સમગ્ર સત્ય જણાવ્યું હતું.

બદનામ કરવાનું કારસ્તાન :જુબિન નૌટિયાલે કહ્યું કે, આ બધું તેમને બદનામ કરવાના ષડયંત્ર હેઠળ કરવામાં આવી રહ્યું છે. કેટલાક લોકો તેમનું કામ જોઈને ખુશ નથી. તેના ગીતો સતત હિટ થઈ રહ્યા છે. તે જ સમયે, તેના કેટલાક લોકો સાથે સારા સંબંધો પણ છે, જે તે પચાવી શકતા નથી. આથી જ તે જુબીન નૌટિયાલને બદનામ કરવા માટે સોશિયલ મીડિયા પર ટ્વિટર પર #ArrestJubinNautiyal ટ્રેન્ડ કરી રહ્યા છે.

જય સિંહને ઓળખવાથી ઇન્કાર :જુબિન નૌટિયાલનું કહેવું છે કે, તેઓ જય સિંહ નામના વ્યક્તિને ઓળખતા પણ નથી, જેનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, જે શોની વાત કરવામાં આવી રહી છે, તે ઓગસ્ટ મહિનામાં કેન્સલ કરવામાં આવ્યો છે. આમ છતાં તેમના વિશે શા માટે આવી વાતો ઉડાડવામાં આવે છે, તે સમજની બહાર છે. જુબિન નૌટિયાલના જણાવ્યા અનુસાર, તેમની પાસે કેટલીક માહિતી છે, તેના આધારે તેઓ માત્ર એટલું જ કહી શકે છે કે તે ઉદ્યોગના 2 પ્રમોટરો વચ્ચેનો મામલો હોઈ શકે છે. જુબિન નૌટિયાલે કહ્યું કે, તે જ્યારે પણ કોઈ શો માટે ક્યાંય જાય છે, ત્યારે તે પહેલા તે શો વિશે સંપૂર્ણ તપાસ કરે છે.

જરૂર પડશે તો જવાબ આપશે :જુબિન નૌટિયાલે કહ્યું કે, તેનું નામ જય સિંહ નામના વ્યક્તિ સાથે જોડવામાં આવી રહ્યું છે, જેને તે ઓળખતો પણ નથી. આવી સ્થિતિમાં તેઓ ખૂબ જ દુઃખી છે. તેમના માટે દેશ પહેલા છે અને પછી બીજું બધું. તેના ચાહકો તેને સારી રીતે ઓળખે છે. સોશિયલ મીડિયા પર ચાલતા #ArrestJubinNautyalના પ્રચારથી તે ખૂબ જ દુઃખી છે. આ અંગે તેમને ઘણા લોકોના ફોન પણ આવ્યા છે. ઈન્ડસ્ટ્રીમાં જે લોકોએ મને સપોર્ટ કર્યો છે અને જે લોકો સાથે મેં કામ કર્યું છે તેઓ પણ જાણે છે કે, એક હિટ ગીત પછી ઘણીવાર એવા લોકો પણ જોવા મળે છે જેઓ કોઈ કલાકારને બદનામ કરવાનો પ્રયાસ કરે છે. ઝુબિન વધુમાં કહ્યું કે, તે તેના કામ પર ધ્યાન આપી રહ્યો છે અને બીજું કંઈ નહીં. જરૂર પડશે તો તે જવાબ આપશે...

ABOUT THE AUTHOR

...view details