ગુજરાત

gujarat

ETV Bharat / bharat

JP Nadda Meets Ramoji Rao: જેપી નડ્ડા હૈદરાબાદમાં RFC ખાતે રામોજી રાવને મળ્યા

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રામોજી ગ્રુપના ચેરમેન રામોજી રાવ સાથેની તેમની મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ દરમિયાન, તેમણે રામોજી રાવની પ્રશંસા કરી અને કહ્યું કે તેઓ એક અગ્રણી અને દૂરંદેશી વ્યક્તિ છે. તેમનું યોગદાન વિશ્વ માટે પ્રેરણાસ્ત્રોત છે.

JP Nadda Meets Ramoji Rao at RFC Hyderabad
JP Nadda Meets Ramoji Rao at RFC Hyderabad

By ETV Bharat Gujarati Team

Published : Oct 7, 2023, 12:26 PM IST

હૈદરાબાદ: બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અહીં RFC (રામોજી ફિલ્મ સિટી) ખાતે રામોજી ગ્રુપ કંપનીના ચેરમેન રામોજી રાવને મળ્યા હતા. X (ટ્વિટર) પર તેમની મુલાકાતની તસવીરો શેર કરતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે મીડિયા અને સિનેમા ક્ષેત્રે તેમનું કાર્ય પ્રેરણાદાયી છે. પૂર્વ કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર પણ તેમની સાથે બેઠક દરમિયાન નડ્ડા સાથે હાજર હતા.

9 લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા: બીજેપી નેતાએ વધુમાં કહ્યું કે કોંગ્રેસે લોકોની પ્રાદેશિક આકાંક્ષાઓની અવગણના કરી અને પ્રાદેશિક પક્ષોનો ઉદય કર્યો. નેશનલ કોન્ફરન્સ, પીડીપી, આરજેડી, જેએમએમ, તૃણમૂલ કોંગ્રેસ, ડીએમકે, એનસીપી, શિવસેના, બીઆરએસ, વાયસીપી એ પ્રાદેશિક પક્ષો છે જે પારિવારિક પક્ષો બની ગયા છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણા અનુક્રમે YSR અને જગન રેડ્ડી પરિવારો અને KCR, તેમના પુત્ર, પુત્રી અને ભત્રીજા જેવા પરિવારોના નિયંત્રણ હેઠળ છે. નડ્ડાએ કહ્યું કે કેન્દ્રએ રાજ્યના વિકાસ માટે છેલ્લા નવ વર્ષમાં 9 લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા છે.

BRS સરકારની ટીકા: તેલંગાણામાં BRS સરકારની ટીકા કરતા નડ્ડાએ કહ્યું કે ધોરણ 10ના પ્રશ્નપત્રો લીક થવાથી લઈને પબ્લિક સર્વિસ કમિશનના પ્રશ્નપત્રો સુધી, BRS શાસન દરેક પાસાઓમાં નિષ્ફળ રહ્યું છે. નડ્ડાએ ચિંતા વ્યક્ત કરી કે પ્રશ્નપત્ર લીક થવાને કારણે 30 લાખ યુવાનોની આકાંક્ષાઓ પર પાણી ફરી વળ્યું છે. આ મહત્વાકાંક્ષી યુવાનો બીઆરએસ સરકાર પાસેથી કાયમી રજા ઈચ્છે છે. નડ્ડાએ સ્પષ્ટતા કરી હતી કે ભાજપ દેશની એકમાત્ર રાષ્ટ્રીય પાર્ટી છે જે દરેક રાજ્યમાં પ્રાદેશિક પક્ષો સાથે લડી રહી છે.

આગામી ચૂંટણીની તૈયારીઓ: જેપી નડ્ડા આગામી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપના કાર્યક્રમોમાં હાજરી આપવા શુક્રવારે એટલે કે ગઈ કાલે હૈદરાબાદ આવ્યા હતા. દક્ષિણમાં કર્ણાટકમાં સત્તા ગુમાવનાર ભારતીય જનતા પાર્ટી તેલંગાણાની ચૂંટણી જીતવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. આ અંતર્ગત નડ્ડાએ રાજ્યમાં ગતિવિધિઓ તેજ કરી છે. તેમણે શુક્રવારે ઘાટકેસરની VBIT એન્જીનિયરિંગ કોલેજમાં યોજાયેલી ભાજપ રાજ્ય પરિષદની બેઠકમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો હતો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે આગામી ચૂંટણીની તૈયારીઓ અંગે કાર્યકરોને સૂચનાઓ આપી હતી. તેમણે સૂચવ્યું કે પાર્ટીના નેતાઓ વડાપ્રધાન મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકાર દ્વારા તેના નવ વર્ષના શાસન દરમિયાન થયેલી પ્રગતિ વિશે લોકોને જણાવે.

  1. Ramoji Film City Stall : ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ ફેર-2023નું મુખ્ય આકર્ષણ બન્યો રામોજી ફિલ્મ સિટીનો સ્ટોલ, હજારો લોકોએ લીધી RFC અંગે લીધી માહિતી
  2. રામોજી ગ્રુપના ચેરમેન રામોજી રાવે RFC ખાતે ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ

ABOUT THE AUTHOR

...view details