ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ડિબ્રુગઢમાં જે.પી.નડ્ડાનો હુંકાર: આ આસામની સંસ્કૃતિના સંરક્ષણ, સુરક્ષા અને સમૃદ્ધિ માટેની ચૂંટણી છે - ડિબ્રુગઢમાં બીજેપી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટી આસામ વિધાનસભાની ચૂંટણીને લઈને આક્રમક મૂડમાં છે. ભાજપ સત્તા સંભાળવા માટે સતત રેલીઓ યોજી રહ્યું છે. આ સંદર્ભમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ સોમવારે ડિબ્રુગઢમાં એક સભાને સંબોધન કર્યું હતું.

ડિબ્રુગઢમાં જે.પી.નડ્ડાનો હુંકાર: આ આસામની સંસ્કૃતિના સંરક્ષણ, સુરક્ષા અને સમૃદ્ધિ માટેની ચૂંટણી છે
ડિબ્રુગઢમાં જે.પી.નડ્ડાનો હુંકાર: આ આસામની સંસ્કૃતિના સંરક્ષણ, સુરક્ષા અને સમૃદ્ધિ માટેની ચૂંટણી છે

By

Published : Mar 22, 2021, 4:22 PM IST

  • ડિબ્રુગઢમાં ચૂંટણી રેલી દરમિયાન જે.પી. નડ્ડાએ કોંગ્રેસ પર સાધ્યા પ્રહાર
  • આ વર્ષે બજેટમાં આસામને 53,000 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ હોવાનું જણાવ્યું
  • ભાજપે બોડો આંદોલનને કરારમાં બદલીને તેમના માટે 1,500 કરોડ રૂપિયા ફાળવ્યા

ડિબ્રુગઢ: ભારતીય જનતા પાર્ટી આસામ વિધાનસભાની ચૂંટણીને લઈને આક્રમક મૂડમાં છે. ભાજપ સત્તા સંભાળવા માટે સતત રેલીઓ યોજી રહ્યું છે. આ સંદર્ભમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ સોમવારે ડિબ્રુગઢમાં એક સભાને સંબોધિત કરી હતી.

કોંગ્રેસને મત આપવાનો અર્થ છે, તકવાદી રાજકારણને પ્રોત્સાહન આપવું

ડિબ્રુગઢમાં ચૂંટણી રેલી દરમિયાન જે.પી. નડ્ડાએ કહ્યું કે, જ્યારે પણ કોંગ્રેસના નેતાઓ અહીં આવે છે. ત્યારે તેમને ચાના બગીચા સાથે પોતાનો ફોટો બતાવવાની કોશિશ કરી હતી, પરંતુ તે બગીચાઓ અહીંના નહોતા, તાઇવાનના અને શ્રીલંકાના હતા. જે લોકોની વિચારસરણીમાં ભારતની ધરતી નથી, તેઓ શું વિકાસ કરશે? નડ્ડાએ કહ્યું કે, આ ચૂંટણી આસામની સંસ્કૃતિના સંરક્ષણ, સુરક્ષા અને સમૃદ્ધિ માટેની ચૂંટણી છે. કોંગ્રેસને મત આપવાનો અર્થ છે, તકવાદી રાજકારણને પ્રોત્સાહન આપવું, વિકાસને અવગણવો અને આસામને અંધકારમાં ધકેલી દો.

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ ગેસ પર રોયલ્ટી પણ અપાવી શક્યા નહીં

ડિબ્રુગઢમાં ભાજપ અધ્યક્ષે કહ્યું કે, આ વર્ષે બજેટમાં આસામને 53,000 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ માટે રૂપિયા 35,000 કરોડ આપવામાં આવ્યા છે અને 1000 કરોડ ફક્ત ચાના બગીચા અને ત્યાં રહેતા લોકોના વિકાસ માટે આપવામાં આવ્યા છે. નડ્ડાએ કહ્યું કે, મનમોહન સિંઘ દેશના વડા પ્રધાન હતા અને અહીંથી સાંસદ રહ્યા, પરંતુ ગેસ પર રોયલ્ટી આપી શક્યા નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગેસ પર રોયલ્ટી આપી હતી અને તમારા સુધી 8,000 કરોડ રૂપિયા પહોંચાડવાનું કામ કર્યું હતું.

ભાજપ સરકાર આવ્યા પછી બોડો આંદોલન કરારમાં બદલાઈ ગયું

જે.પી.નડ્ડાએ કહ્યું કે, કોંગ્રેસ સરકારમાં બોડો આંદોલન દરમિયાન આશરે 2,155 લોકો અને 2084 સુરક્ષા કર્મીઓ માર્યા ગયા હતા. આ ઉપરાંત 1300 લોકો અપહ્યત થયા હતા. ભાજપ સરકાર આવ્યા પછી બોડો આંદોલન કરારમાં બદલાઈ ગયું છે. તેમના વિકાસ માટે 1,500 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ડિબ્રુગઢમાં નડ્ડાએ કહ્યું કે, જ્યાં સુધી કોંગ્રેસનો સવાલ છે. ત્યાં સુધી તકવાદ અને સ્વાર્થી રાજકારણ તેમનો ઉદ્દેશ છે. કેરળમાં તે મુસ્લિમ લીગની સાથે મળીને CPM વિરુદ્ધ લડી રહી છે. બંગાળમાં તે CPM સાથે લડી રહી છે અને આસામમાં તે અજમલ સાથે લડી રહી છે. તે તકવાદ નથી, તો બીજું શું છે?

ABOUT THE AUTHOR

...view details