- મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે કરી જાહેરાત
- સરકારી માન્યતા ધરાવતા પત્રકારો હવે ફ્રન્ટલાઈન વોરિયર્સ
- તમામ લાભો અને ફાયદાઓ આપવામાં આવશે
ભોપાલ: વૈશ્વિક કોરોના મહામારીમાં એક તરફ સમગ્ર દુનિયા પોતાના ઘરોમાં બંધ થઈ ગઈ છે. જ્યારે બીજી બાજુ કોરોના વોરિયર્સ તમામ લોકોની સુરક્ષા માટે ખુદને આગળ લાવી રહ્યા છે. જોકે, ખુશીની વાત એ છે કે, મધ્ય પ્રદેશમાં હવે પત્રકારોને પણ ફ્રન્ટલાઈન વર્કર્સ તરીકે માનવામાં આવશે.
પત્રકારો જીવને જોખમમાં બજાવી રહ્યા છે ફરજ
મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, પત્રકારો કોરોનાના આ કપરા સમયમાં પોતાનો જીવ જોખમમાં મૂકીને કામ કરી રહ્યા છે. જેના માટે સરકારે જનસંપર્ક વિભાગ પાસેથી અધિમાન્યતા પ્રાપ્ત પત્રકારોને ફ્રન્ટલાઈન વોરિયર્સની શ્રેણીમાં શામેલ કર્યા છે. હવે તેમનું સંપૂર્ણપણે ધ્યાન પણ રાખવામાં આવશે અને તેમની ચિંતા પણ કરવામાં આવશે.