નવી દિલ્હી : કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોએ વિરોધ યથાવત રાખ્યો છે. સંયુકત ખેડૂત મોર્ચાએ સિઁધુ બોર્ડર પર મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, 8 ડિસેમ્બરના ભારત બંધનું એલાન કર્યું છે. પ્રેસ કોન્ફરન્સમાં નેતા હન્નાન મોલ્લા, સામાજીક કાર્યકર્તા યોગેન્દ્ર યાદવ સહિત કેટલાક લોકો હાજર હતા.ખેડૂતોએ પોતાના આંદોલનને ઉગ્ર બનાવતા દિલ્હીમાં આવતા તમામ રસ્તાઓ અને ટોલ પ્લાઝા બંધ કરવાની સાથે ભારત બંધનું એલાન જાહેર કર્યુ છે.
સરકારે કૃષિ કાયદાને પરત લેવો પડશે
ભારતીય કિસાન યુનિયન મહાસચિવ એમએસ (લાખોવાલ) કહ્યું કે, અમે સરકારને કૃષિ કાયદાને પરત લેવાની વાત કરી છે. 5 ડિસેમ્બરના રોજ દેશભરમાં વડાપ્રધાન મોદીના પુતળાનું દહન કરશે. તેમજ 8 ડિસેમ્બરના રોજ ભારત બંધનું એલાન કર્યું છે.અખિલ ભારતીય કિસાન મહાસભાના મહાસચિવ હન્નાન મોલ્લાએ કહ્યું કે,આપણે આ વિરોધને આગળ વધારવાની જરુર છે. સરકારે કૃષિ કાયદાને પરત લેવો પડશે.આ પહેલા કૃષિ કાયદાના વિરોધમાં આઠમાં દિવસે કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર, રેલ્વે પ્રધાન પિયુષ ગોયલ સહિત ટોર્ચના કેન્દ્રિય અધિકારીઓની સાથે ખેડૂત નેતાઓની બેઠક મળી હતી. આ બેઠક બાદ કૃષિ પ્રધાને આશ્વાસન આપતા કહ્યું કે, ખેડૂતોની કેટલીક માંગોને સાંભળવામાં આવી છે.