ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પ્રયાગરાજમાં બુલડોઝર ચાલતા, JNU દ્વારા કરાયો વિરોધ - प्रयागराज में जावेद पंप के घर चला बुलडोजर

યુપીના પ્રયાગરાજમાં હિંસાના માસ્ટરમાઇન્ડ જાવેદ પંપના ઘર પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે જાવેદના ઘરને બુલડોઝર દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. હવે આ મામલે JNUમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

પ્રયાગરાજમાં બુલડોઝર ચાલતા, JNU દ્વારા કરાયો વિરોધ
પ્રયાગરાજમાં બુલડોઝર ચાલતા, JNU દ્વારા કરાયો વિરોધ

By

Published : Jun 13, 2022, 7:43 AM IST

નવી દિલ્હી : રવિવારે પ્રયાગરાજમાં હિંસાના માસ્ટરમાઇન્ડ જાવેદ પંપના ઘર પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે જાવેદના ઘરને બુલડોઝર દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. આફરીન JNUમાં અભ્યાસ કરે છે. JNUમાં યોગી સરકારની બુલડોઝર નીતિના વિરોધમાં અને ફાતિમાના સમર્થનમાં દેખાવો કરવામાં આવ્યો હતો.

JNUના વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શન યોજાયું - સાબરમતી ઢાબા ખાતે સાંજે 6:00 કલાકે પ્રદર્શન યોજાયું હતું. JNUના વિદ્યાર્થીઓએ યુપી પોલીસ તેમજ ઝારખંડ પોલીસ અને મોદી-યોગી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ પ્રદર્શનમાં JNUના વિદ્યાર્થીઓ ઉપરાંત બહારથી પણ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. પ્રદર્શન સાબરમતી ઢાબાથી શરૂ કરવામાં આવ્યું હતું અને JNUના ગેટ સુધી કરાયું હતું.

કોણ છે આફરીન - આફરીન ફાતિમાએ CAA વિરોધમાં સક્રિય ભાગ લીધો હતો. JNU વિદ્યાર્થીએ હિજાબ પ્રતિબંધ દરમિયાન દક્ષિણ ભારતના ઘણા શહેરોની મુલાકાત લીધી હતી અને વિરોધમાં ભાગ લીધો હતો. દિલ્હી રમખાણોના ષડયંત્રનો આરોપી આસિફ ઈકબાલ તન્હા પણ આફરીનના સમર્થનમાં આવ્યો છે.

દેશમાં દંગા પાછળનું કારણ - પયગંબર મુહમ્મદ વિશેની ટિપ્પણીને લઈને શુક્રવારની નમાજ બાદ દેશના ઘણા શહેરોમાં વિરોધ પ્રદર્શનો થયા હતા. ઉત્તર પ્રદેશમાં ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા થઈ હતી. આ પછી યોગી સરકારે કાર્યવાહી શરૂ કરી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા ફેલાવનારાઓ સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details