કુપવાડાઃ શ્રીનગર-બારામુલ્લા હાઈવેના પાટણ વિસ્તારમાં સુરક્ષા દળોને શંકાસ્પદ વસ્તુ (Suspicious Item Found On Baramulla Highway) મળી આવી છે. તેની તપાસ કરવામાં આવી રહી છે. તેમાં કોઈ વિસ્ફોટક છે કે, કેમ તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલ માર્ગ પરનો વાહન વ્યવહાર આંશિક રીતે બંધ કરી દેવામાં આવ્યો છે. આ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.
બારામુલ્લા પાટણ હાઈવે પર શંકાસ્પદ વસ્તુ મળી, આ રીતે થઈ બ્લાસ્ટ આ પણ વાંચો:શ્રીનગરના બારામુલ્લા હાઈવે પર IED મળી આવ્યો
બારામુલ્લા હાઈવે પર શંકાસ્પદ વસ્તુ મળી : સત્તાવાર સૂત્રોએ પુષ્ટિ કરી છે કે, સુરક્ષા દળોની સંયુક્ત ટીમને પાટણમાં શ્રીનગર-બારામુલ્લા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કટ-ઓફ મોડ પર એક શંકાસ્પદ વસ્તુ (Suspicious Item Found On Baramulla Highway) મળી છે. આ પછી વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. આ શંકાસ્પદ વસ્તુ ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (Improvised Explosive Device) જેવી છે. પોલીસને આ ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (Improvised Explosive Device) હોવાની શંકા છે. જોઈન્ટ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (Bomb Disposal Squad) તેની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીર: સુરક્ષા દળોએ બારામુલ્લા એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર માર્યો
બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ :નોંધપાત્ર રીતે, ગયા મહિને 18 જૂનના રોજ, સુરક્ષા દળોએ કુપવાડા જિલ્લાના લંગેટ વિસ્તારમાં રસ્તાના કિનારે એક ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) કબજે કર્યું હતું. બાદમાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા તેને નિષ્ક્રિય કરવામાં આવ્યો હતો. તે જ સમયે, 28 એપ્રિલના રોજ, જમ્મુની બહારના ભાગમાં હાઇવે પર શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા લગાવવામાં આવેલ ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) મળી આવ્યું હતું. બાદમાં IEDને નિષ્ક્રિય કરવામાં આવ્યો હતો.