- Jio ટેરિફ દરમાં વધારો કરવાની કરી જાહેરાત
- પ્રીપેડ ટેરિફમાં 21 ટકા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી
- પ્લાનના નવા ટેરિફ રેટ 1 ડિસેમ્બરથી લાગુ કરવામાં આવશે
નવી દિલ્હી:રિલાયન્સ જિયોએ આવતા મહિનાથી તેના પ્રીપેડ ટેરિફમાં (Reliance jio prepaid tariff) 21 ટકા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે. Jioના અમર્યાદિત પ્લાનના નવા ટેરિફ રેટ 1 ડિસેમ્બરથી લાગુ કરવામાં આવશે.
19.6 ટકાથી 21.3 ટકા સુધીનો વધારો
Jioના ટેરિફમાં ( Jio Price hike) JioPhone પ્લાન્સ, અમર્યાદિત પ્લાન્સ અને ડેટા એડ-ઓન્સનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તે 19.6 ટકાથી 21.3 ટકા સુધીનો છે. રવિવારના રોજ રિલાયન્સ જિયોએ (Reliance Jio Plans) એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "એક સ્થાયી ટેલિકોમ ઉદ્યોગને વધુ મજબૂત બનાવવાની તેની પ્રતિબદ્ધતાને અનુરૂપ, જ્યાં દરેક ભારતીય સાચા ડિજિટલ જીવન સાથે સશક્ત છે, જિયોએ આજે તેની નવી અમર્યાદિત યોજનાઓ લોન્ચ કરી છે. આ યોજનાઓ ઉદ્યોગમાં શ્રેષ્ઠ મૂલ્ય પ્રદાન કરશે.