- રિલાયન્સ Jioએ તેના ગ્રાહકો માટે જાહેર કરી નવી સુવિધા
- Jioના Emergency Data Loan Facilityનું લોન્ચિંગ કરવામાં આવ્યું
- ડેટા પૂર્ણ થયો હોય અને તરત રીચાર્જ કરાવવાની સ્થિતિ ન હોય તો આ સુવિધાનો લાભ મળશે
મુંબઈઃ ભારતની અગ્રણી ટેલિકોમ ઓપરેટર કંપની રિલાયન્સ Jioએ તેના ગ્રાહકો માટે ઇમરજન્સી ડેટા લોન સુવિધાની (Emergency Data Loan Facility) ઘોષણા કરી છે. શનિવારે જારી કરાયેલા એક નિવેદનમાં Jioએ જણાવ્યું છે કે આ સુવિધા Jioના ગ્રાહકોને જ્યારે ડેઇલી હાઈસ્પીડ ડેટા પૂરો થઈ ગયો હોય ત્યારે ઇન્સ્ટન્ટ ડેટા મેળવવામાં મદદ કરશે.
શું છે emergency data loan સુવિધા?
ઇમર્જન્સી ડેટા લોન સુવિધા (Emergency Data Loan Facility) Jio વપરાશકર્તાઓને 'રિચાર્જ નાઉ અને પે પછીથી' સુવિધા પ્રદાન કરે છે. જે વપરાશકર્તાઓ તેમના દૈનિક હાઇ સ્પીડ ડેટા ક્વોટાને પૂરો કરે છે અને તરત જ રિચાર્જ કરવામાં અસમર્થ હોય છે તેઓ આ સુવિધા હેઠળ રિચાર્જ કરાવી શકે છે. Jio તેના પ્રીપેઇડ યુઝર્સને 1 જીબીના પાંચ ઇમરજન્સી ડેટા લોન પેક ઓફર કરી રહી છે, જેની પેક દીઠ 11 રૂપિયાની કિંમત હશે.