ન્યૂઝ ડેસ્ક:વડાપ્રધાન મોદી વિરુદ્ધ કથિત ટ્વિટ કરવા બદલ આસામ પોલીસ દ્વારા ધરપકડ (Assam Police Arrested Jignesh Mevani) ) કરાયેલા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને કોર્ટે 3 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. જે બાદ આજે કોકરાઝાર કોર્ટે આ મામલે સુનાવણી હાથ ધરી હતી. જેમાં મેવાણીના કોર્ટે જામીન મંજૂર કર્યા (Jignesh Mevani Ganted Bail) છે.
મનિષ દોશીએ ટ્વીટ કરીને જણાવ્યું- જીગ્નેશ મેવાણીને જામીન મળી ગયા છે પણ ખુશ થવાની જરૂર નથી. આસામમાં બીજી એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. જ્યાં સુધી સરકારની સરમુખત્યારશાહી ચાલુ રહેશે, અમારો સંઘર્ષ પણ ચાલુ રહેશે, એ વચન હતું.
શું હતો સમગ્ર મામલો: કોંગ્રેસ સમર્થિત અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની બુધવારે રાત્રે સર્કિટ હાઉસ ખાતેથી વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધાયા બાદ ધરપકડ કરવામાં (Jignesh Mevani Tweet) આવી હતી. વડાપ્રધાનના કથિત ટ્વિટને લઈને કોકરાઝાર પોલીસ સ્ટેશનમાં IPC અને IT એક્ટની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદ મુજબ તેણે કથિત રીતે એક ટ્વિટ પોસ્ટ કર્યું હતું જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી "ગોડસેને ભગવાન માને છે".
આ પણ વાંચોઃહાર્દિક પટેલે વોટ્સએપ પર લગાવ્યો ભગવા ખેસ પહેરેલો ફોટો, શું કોગ્રેસ છોડવાનો સંકેત...
જિગ્નેશ મેવાણીને ગુરુવારે વહેલી સવારે ગુજરાતથી ગુવાહાટી અને પછી રોડ માર્ગે કોકરાઝાર લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. તે દરમિયાન તેને કોકરાઝાર પોલીસ સ્ટેશનમાં જ રાખવામાં આવ્યો હતો.
ફરિયાદમાં આરોપ: અનૂપ કુમાર ડેએ તેમની ફરિયાદમાં આરોપ (Jignesh mevani Assam Police) મૂક્યો હતો કે, મેવાણીએ વડાપ્રધાન મોદી વિરુદ્ધ અનેક ટ્વીટ્સ કર્યા હતા, જે તેમના કહેવા મુજબ "વ્યાપક ટીકાનું કારણ બને છે અને જાહેર શાંતિને ખલેલ પહોંચાડે છે, જે લોકોના ચોક્કસ વર્ગમાં સંવાદિતા જાળવવા માટે પ્રતિકૂળ છે." તે વધુ સંભવ છે. ચોક્કસ સમુદાય સાથે જોડાયેલા લોકોના એક વર્ગને દેશના આ ભાગમાં અન્ય સમુદાય વિરુદ્ધ કોઈપણ અપરાધ કરવા માટે ઉશ્કેરવું. પોતાના ટ્વીટમાં મેવાણીએ કહ્યું હતું કે "મોદી નાથુરામ ગોડસેને ભગવાન માને છે, જેમણે એમ કે ગાંધીની હત્યા કરી હતી.
કેસ સંબંધિત કોઈ દસ્તાવેજો બતાવવામાં આવ્યા ન હતા -મોડીરાત્રે ધરપકડ પછી તરત જ, ગુજરાત કોંગ્રેસે તેના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં મેવાણી પોલીસની સાથે મીડિયા સાથે વાત કરતા જોવા મળ્યા છે. મેવાણીએ જણાવ્યું કે મને આ બાબત વિશે જાણ કરવામાં આવી નથી. મને કેસ સંબંધિત કોઈ દસ્તાવેજો બતાવવામાં આવ્યા નથી. ધારાસભ્યએ એમ પણ કહ્યું કે તેમનું ટ્વીટ સાંપ્રદાયિક સૌહાર્દ અને ભાઈચારાને પ્રોત્સાહન આપવા માટે હતું. મારી ધરપકડ સ્થાપિત ધારાધોરણોનું ઉલ્લંઘન છે.
આ પણ વાંચોઃAssam Police Arrested Jignesh Mevani : આસામ પોલીસે શા માટે જિગ્નેશ મેવાણીની ધરપકડ કરી, જૂઓ
ગુજરાતનુ રાજકારણ ગરમાયુ -વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી (Vadgam mla jignesh mevani)ની આસામ પોલીસે ધરપકડ કરતા ગુજરાતનુ રાજકારણ ગરમાયુ હતું. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના ધારાસભ્યો અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. તેઓએ જિજ્ઞેશના સમર્થનમાં અને આસામ પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આસામમાં જીગ્નેશ મેવાણી વિરુદ્ધ કેસ (Jignesh mevani Assam case) નોંધવામાં આવ્યો છે. જોકે, પોલીસે હજુ સુધી FIRની કોપી આપી નથી, તેથી મેવાણીની ક્યાં કેસમાં ધરપકડ કરવામાં આવી છે? તે હજુ સુધી જાણી શકાયું નથી.