ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જેલ માંથી મુક્ત થતા મેવાણીએ ગુજરાત સરકારને આપી ચેતવણી, માગ પુરી કરો નહિ તો...

ગુજરાતના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પોતાની થયેલ ધરપકડને લઇને મહત્વનું નિવેદન(Statement by Jignesh Mewani) આપ્યું હતું. તેને જણાવ્યું હતું કે, આસામ પોલીસ દ્વારા તેની ધરપકડ(Jignesh Mewani arrest case) તે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા તેને ખતમ કરવાનું કાવતરું હતું. જે PMO દ્વારા રચવામાં આવેલ સાજીશ હતી.

માગ પુરી કરો નહિ તો...
માગ પુરી કરો નહિ તો...

By

Published : May 2, 2022, 3:39 PM IST

નવી દિલ્હી : જીગ્નેશ મેવાણીએ આજે આક્ષેપ કર્યો હતો કે, આસામ પોલીસ દ્વારા તેની ધરપકડ(Jignesh Mewani arrest case) એ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા તેને નષ્ટ કરવા માટે વડા પ્રધાન કાર્યાલય દ્વારા "રચાયેલ" પૂર્વ આયોજિત કાવતરું હતું. મેવાણીએ જાહેરાત કરી હતી કે તે 1 જૂને ઘણા મુદ્દાઓને લઇને રસ્તા પર ઉતરશે અને ગુજરાત બંધ કરાવશે. જેમા મુન્દ્રા બંદરેથી ડ્રગ્સનો કારોબાર અને દલિતોને થતો અન્યાય વગેરે તેના મુદ્દા હશે.

આ પણ વાંચો - જિગ્નેશ મેવાણી એક દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં, આજે જામીન પર સુનાવણીની શક્યતા

ધરપકડ પાછળ કોનો હતો હાથ -વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 56 ઇંચની છાતીના નિવેદન પર, મેવાણીએ કહ્યું, "આસામ પોલીસ દ્વારા મારી ધરપકડ પૂર્વ આયોજિત કાવતરું હતું. તે એક ધારાસભ્ય માટે પ્રોટોકોલ અને નિયમોનું ઘોર ઉલ્લંઘન હતું. આસામ પોલીસે 19 એપ્રિલના રોજ." મોદી "ગોડસેને ભગવાન માને છે" એવી કથિત ટ્વીટ પછી તેને ગુજરાતમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો અને ઉત્તરપૂર્વીય રાજ્યમાં લઈ જવામાં આવ્યો હતો. તે કેસમાં જામીન પર મુક્ત થયા પછી, પોલીસ કર્મચારી પર હુમલો કરવા બદલ ફરીથી ધરપકડ કરવામાં આવી હતી. તેને બારપેટા કોર્ટમાંથી તે કેસમાં જામીન આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો - જીગ્નેશ મેવાણી ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં, આસામ પોલીસે કરી હતી ધરપકડ

ગોડસે ને લઇને કહી ખાસ વાત - મેવાણીએ કહ્યું કે તેને માત્ર ટ્વીટ કરીને વડાપ્રધાનને ગુજરાતમાં શાંતિ અને સૌહાર્દની હાકલ કરવા કહ્યું હતું, જે રાજ્ય તેઓ "મહાત્માનું મંદિર" માને છે. "શું આનો અર્થ એ છે કે તમે શાંતિ અને સૌહાર્દની અપીલ કરવા નથી માંગતા. હું ભાજપના નેતાઓને પડકાર આપું છું કે તેઓ લાલ કિલ્લા પરથી ગોડસે મુર્દાબાદ બોલે, જો તેઓ ગોડસે-ભક્ત ન હોય તો." આ વડાપ્રધાન કાર્યાલય દ્વારા રચાયેલું કાવતરું છે. ગુજરાતની ચૂંટણી ટૂંક સમયમાં આવી રહી છે અને મને ખતમ કરવા માટે આવું કરવામાં આવી રહ્યું છે. મને ડર છે કે અત્યાર સુધીમાં તેઓએ મારા કમ્પ્યુટર પર કંઈક ઇન્સ્ટોલ કર્યું હશે જે તેમના દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે.

મેવાણીના સરકાર પર આરોપ - મેવાણીએ એવો પણ સવાલ કર્યો હતો કે, ભાજપ કે વડાપ્રધાનને શું રસ હોઈ શકે કે તેઓ આતંકવાદી હોય તેમ ટ્વીટ કરવા બદલ તેમની ધરપકડ કરવામાં આવે. "આવી બાબતો આપણી લોકશાહી માટે ખૂબ જ ખતરનાક છે. આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમાના દાવા પર કે તેઓ ધરપકડ વિશે જાણતા ન હતા, તેમણે કહ્યું, "એ અશક્ય છે કે આસામના મુખ્યપ્રધાનને મારી ધરપકડની જાણ પણ ન હોય. તેમણે તેમના રાજકીય આકાઓના કહેવા પર મારા પર કેસ કર્યો હતો."

કલંક મિટાવવા શુ કરશે - મેવાણીએ કહ્યું કે તેઓ તેમની સામે નોંધાયેલા તમામ કેસો સામે લડશે. જેમ પાટીદાર સમાજ સામેના તેમના આંદોલન દરમિયાન નોંધાયેલા તમામ કેસો પાછા ખેંચી લેવામાં આવ્યા છે તેવી જ રીતે ઉનામાં દલિતો અને વડગામ મતવિસ્તારમાં લઘુમતીઓ વિરુદ્ધના તમામ કેસો પાછા ખેંચવામાં આવે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ અને ગૌતમ અદાણી મુંદ્રા પોર્ટ પરથી રૂપિયા 1.75 લાખ કરોડના ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું તેની સામે કાર્યવાહી થવી જોઇએ. ગુજરાતમાં 22 પેપર લીક થયા હતા, મુન્દ્રા પોર્ટમાંથી કરોડોનું ડ્રગ્સ મળી આવ્યું, એક દલિત મહિલાએ પ્રધાન પર બળાત્કારનો આક્ષેપ કર્યો હતો, જે મુદ્દાઓ ગુજરાત વિધાનસભામાં ચર્ચાયા હતા. આ કેસોમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

ABOUT THE AUTHOR

...view details