ચાઈબાસા, ઝારખંડ :પશ્ચિમ સિંહભૂમ જિલ્લાના જગન્નાથપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા છોકરી પર દુષ્કર્મ અને તેનો અશ્લીલ વીડિયો વાયરલ કરવાનો મામલો સામે આવ્યો છે. મંઝરી પોલીસ સ્ટેશન વિસ્તારના એક દંપતી પર સગીરા યુવતીને કામ અપાવવાના બહાને ગુજરાત લઈ જવાનો અને ત્યાં દેહવ્યાપાર કરાવવાનો આરોપ લગાવવામાં આવ્યો (minor girl rape in Gujarat) છે. દંપતીએ સગીરાાનો અશ્લીલ વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો. (tribal minor girl rape)
કામના બહાને દુષ્કર્મ :ગુજરાતમાં ઝારખંડની યુવતી પર દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવતાં જ ગ્રામજનો રોષે ભરાયા છે. આ ઘટનાથી આહત થઈને આરોપીઓની ધરપકડની માંગ કરવા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. આ અંગે પીડિત સગીરાા (13 વર્ષ)એ જણાવ્યું કે, મે 2022ના રોજ તેના સંબંધના મામા તેને કંપનીમાં કામ કરાવવા ગુજરાત લઈ ગયા હતા, ત્યાં કંપનીમાં એક મહિના સુધી કામ કર્યું હતું, ત્યારબાદ કંપની બંધ થઈ ગઈ હતી. જ્યારે કંપની બંધ થઈ ગઈ, ત્યારે બધા બેરોજગાર થઈ ગયા અને પૈસા પૂરા થવાને કારણે તેણે કાકાને ઘરે લઈ જવા કહ્યું હતું. આ બાદ સગીરાના મામાએ તેને બીજી કંપનીમાં નોકરી અપાવવાનું કહ્યું હતું. આ પછી તે તેણીને એક રૂમમાં લઈ ગયો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ ગુજાર્યો (minor offensive video) હતો.
ગણિકા બનાવવા પ્રયાસ :આ પ્રકારનું કૃત્ય કર્યા બાદ, સગીરાને વેશ્યાવૃત્તિ કરવા માટે કહેવામાં આવ્યું, જ્યારે તેણીએ વિરોધ કર્યો તો તેને માર માર્યો અને ધમકી આપી હતી. જે બાદ તેણીને વેશ્યાવૃત્તિનો ધંધો કરાવવા લાગ્યો હતો. સતત એક મહિના સુધી તેની સાથે આવું થતું રહ્યું હતું, ત્યારબાદ તેણે તેને ઘરે લઈ જવા કહ્યું, ત્યારબાદ તે ચાર દિવસ પહેલા તેને આરોપી મામા જગન્નાથપુર લઈ આવ્યો હતો. અહીં દંપતીએ દુષ્કર્મનો વીડિયોપણ વાયરલ કરી દીધો હતો. jharkhand minor girl raped
પત્ની પણ આરોપી પતિની ભાગીદાર :પીડિતાએ જણાવ્યું કે, જ્યારે તે ઘરે પહોંચી તો તેના પરિવારના સભ્યોએ વીડિયો જોયો, જેના પછી આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ અને લોકો આરોપી સામે ગુસ્સે થઈ ગયા હતા. જે દિવસે તે ઘરે પહોંચી તે દિવસે આરોપી તેના સાસરિયાના ઘરે હતો. ગ્રામજનોએ બન્નેને પકડીને બહારથી તાળું મારી દીધું હતું. ત્યારપછી તેની પત્નીએ તેના આરોપી પતિને ઘરની છત પર એસ્બેસ્ટોસ તોડીને કાઢી મુક્યો હતો. ગ્રામજનો અને પીડિતાના પરિવારજનોએ આરોપીના સાસરિયાઓને બોલાવવા કહ્યું હતું. તેના સસરા તેને મંઝરીથી તેના સાસરે લઈ આવ્યા હતા. આ બાદ ગામલોકો તેને પકડીને જગન્નાથપુર પોલીસ સ્ટેશન લઈ ગયા અને યુવતીને ન્યાય અને આરોપીને સજાની અરજી કરી હતી. પોલીસે ઘટનાની સત્યતાની તપાસ કર્યા બાદ જ કોઈ કાર્યવાહી કરવાનું જણાવ્યું છે.