ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તમિલનાડુના પાદરીએ રાહુલ ગાંધીને કહ્યું, ફક્ત ઈસુ જ છે સાક્ષાત્ ભગવાન - રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા

રાહુલ ગાંધીએ તેમની ભારત જોડો યાત્રા શરૂ કરી છે. કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાલનારી આ યાત્રાનું ભારે ઉત્સાહ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની સાથે પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરો પણ હતા. ભારત જોડો યાત્રા પર નિકળેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શુક્રવારે તમિલનાડુના કન્યાકુમારી જિલ્લામાં વિવાદાસ્પદ કેથોલિક પાદરી જ્યોર્જ પોન્નિયાને મળ્યા હતા. controversial Tamil pastor, Rahul gandhi bharat jodo yatra,Rahul gandhi and priest George Ponaiah

તમિલનાડુના પાદરીએ રાહુલ ગાંધીને કહ્યું, ફક્ત ઈસુ જ છે સાક્ષાત્ ભગવાન
તમિલનાડુના પાદરીએ રાહુલ ગાંધીને કહ્યું, ફક્ત ઈસુ જ છે સાક્ષાત્ ભગવાન

By

Published : Sep 10, 2022, 1:46 PM IST

કન્યાકુમારી:ભારત જોડો યાત્રા પર નિકળેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul gandhi bharat jodo yatra) શુક્રવારે તમિલનાડુના કન્યાકુમારી જિલ્લામાં વિવાદાસ્પદ કેથોલિક પાદરી જ્યોર્જ પોન્નિયાને મળ્યા હતા. તમિલનાડુના પાદરી સાથે રાહુલ ગાંધીની વાતચીતની એક વીડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં રાહુલ ગાંધીને પૂછતા સાંભળી શકાય છે કે, 'શું ઈશુ ખ્રિસ્ત ભગવાનનું સ્વરૂપ છે? શુ તે સાચુ છે? આના પર તમિલનાડુના પાદરી જ્યોર્જ પોન્નિયાએ જવાબ આપ્યો, 'તે જ સાક્ષાત ભગવાન છે.'

ઈશુ ખ્રિસ્ત શક્તિની જેમ નથી: પોન્નિયા આગળ કહે છે, 'ભગવાન પોતાને એક માણસ, એક વાસ્તવિક વ્યક્તિ તરીકે પ્રગટ કરે છે... શક્તિની જેમ નહીં... તેથી અમે એક માનવ વ્યક્તિને જોઈએ છીએ.' પોન્નિયા ઉશ્કેરણીજનક નિવેદનો આપવાનો ઈતિહાસ ધરાવે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, DMK પ્રધાન અને અન્યો વિરુદ્ધ કથિત રીતે "દ્વેષપૂર્ણ ભાષણ" નો ઉપયોગ કરવા બદલ ગયા વર્ષે જુલાઈમાં મદુરાઈના કલિકુડી ખાતે તેની ધરપકડ કરવામાં આવી હતી. રાહુલ ગાંધી તેમને પુલિયુરકુરિચીના મુત્તિદીચન પરાઈ ચર્ચમાં (Rahul gandhi and priest George Ponaiah) મળ્યા હતા, જ્યાં તેમણે મળવા માટે શુક્રવારે સવારે પડાવ નાખ્યો હતો. BJPના રાષ્ટ્રીય પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું, 'રાહુલ ગાંધીને મળ્યા જ્યોર્જ પોન્નિયા કહે છે કે, શક્તિથી વિપરીત માત્ર ઇસુ જ ભગવાન છે." તેણે આગળ કહ્યું કે, 'અગાઉ તેની કટ્ટરપંથી ટિપ્પણી માટે ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે તેણે કહ્યું હતું કે, 'હું જૂતા પહેરું છું કારણ કે, ભારત માતાની અશુદ્ધિ આપણને દૂષિત કરી શકતી નથી.'

કેથોલિક પાદરીની વિવાદાસ્પદ ટિપ્પણીપૂનાવાલાએ કેથોલિક પાદરી સાથેની રાહુલ ગાંધીની બેઠક પર કટાક્ષ કરતા કહ્યું, 'ભારત જોડોની સાથે ભારત તોડો આઈકન ?' પાદરી જ્યોર્જ પોન્નિયાની ગયા વર્ષે જુલાઈમાં હિંદુ સમુદાયને નિશાન બનાવતા નફરતભર્યા ભાષણ બદલ ધરપકડ કરવામાં આવી હતી. તેમણે 18 જુલાઈ, 2021 ના ​​રોજ તમિલનાડુના અરુમાનાઈમાં એક બેઠકમાં વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.

ABOUT THE AUTHOR

...view details