ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જેસિકા લાલની બહેન સબરીનાનું નિધન - સબરીના

સબરીનાએ કહ્યું હતું કે, તે (જેસિકા) તેના જીવનમાં ખૂબ જ ખુશ અને સકારાત્મક વિચાર વાળી હતી. તે ફક્ત તેના જન્મદિવસ અને વર્ષગાંઠ સુધી મર્યાદિત નથી કે હું તેને યાદ કરું છું, હું તેને દરરોજ યાદ કરું છું.

જેસિકા લાલની બહેન સબરીનાનું નિધન
જેસિકા લાલની બહેન સબરીનાનું નિધન

By

Published : Aug 16, 2021, 10:09 AM IST

  • જેસિકા લાલની બહેન સબરીના લાલનું રવિવારે સાંજે નિધન થયું
  • જેસિકા લાલની 1999 માં રાષ્ટ્રીય રાજધાની સ્થિત એક રેસ્ટોરન્ટમાં હત્યા કરાઇ હતી
  • મેં મારા ઘરમાં તેની ઘણી તસવીરો લગાવી છે: સબરીના

નવી દિલ્હી: જેસિકા લાલને ન્યાય અપાવવા લાંબી કાનૂની લડાઈ લડનાર તેની બહેન સબરીના લાલનું રવિવારે સાંજે નિધન થયું. આ માહિતી તેના ભાઈ રણજીત લાલે આપી હતી.

આ પણ વાંચો- જેસિકા હત્યા કેસના આરોપી મનુ શર્માને મુક્ત કરવાની પરવાનગી મળી

સબરીનાએ બહેનની યાદમાં ફાઉન્ડેશન શરૂ કરવાની વાત કરી હતી

તેણે કહ્યું કે, તેણી (સબરીના) અસ્વસ્થ હતી અને તે હોસ્પિટલની મુલાકાત લેતી હતી. ગઈકાલે તેની તબિયત ઘરમાં બગડી અને અમે તેને હોસ્પિટલ લઈ ગયા. આજે સાંજે તેમનું નિધન થયું. ગયા વર્ષે, સબરીનાએ પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં મહિલાઓને ન્યાય અપાવવામાં મદદ કરવા માટે તેની બહેનની યાદમાં ફાઉન્ડેશન શરૂ કરવાની તેની યોજનાઓ વિશે વાત કરી હતી. ઉલ્લેખનિય છે કે, જેસિકા લાલની 1999 માં રાષ્ટ્રીય રાજધાની સ્થિત એક રેસ્ટોરન્ટમાં હત્યા કરવામાં આવી હતી.

આ પણ વાંચો- દિલ્હી સરકાર દ્વારા 47 કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો

જેસિકા ખૂબ જ ખુશ અને સકારાત્મક વિચારવાળી હતી

સબરીનાએ કહ્યું હતું કે, તે (જેસિકા) તેના જીવનમાં ખૂબ જ ખુશ અને સકારાત્મક વિચારવાળી હતી. તે તેના જન્મદિવસ અને વર્ષગાંઠ સુધી મર્યાદિત નથી કે હું તેને યાદ કરું છું, હું તેને દરરોજ યાદ કરું છું. મેં મારા ઘરમાં તેની ઘણી તસવીરો લગાવી છે અને હું તેને ભૂલવા માંગતી નથી, આ (તસવીરો) મને તેની યાદ અપાવતી રહે છે.

ABOUT THE AUTHOR

...view details