અમેરિકાઃપ્રખ્યાત અમેરિકન સિંગર, એક્ટ્રેસ અને ડાન્સર જેનિફર લોપેઝે બોયફ્રેન્ડ બેન એફ્લેક (Jennifer and Ben engaged again) સાથે ફરીથી સગાઈ કરી લીધી છે. આ કપલ જલ્દી જ લગ્નના બંધનમાં બંધાશે. જેનિફરે એક ન્યૂઝલેટર દ્વારા તેના ફેન્સને વીડિયોમાં તેની સગાઈની જાહેરાત (Jennifer Lopez and Ben Affleck) કરી છે. વીડિયોમાં અભિનેત્રીએ લીલા ડાયમંડની સગાઈની વીંટી (Jennifer and Ben engaged after two decades) પહેરી છે. ભૂતકાળમાં, એવી અફવા હતી કે, કપલે ફરીથી સગાઈ કરી લીધી છે. ત્યારે લોપેઝે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ અફવા પર મહોર લગાવી છે.
જેનિફર લોપેજની ડાયમંડ ઇંગેજમેન્ટ રિંગ આ પણ વાંચો:Oscars 2022: ઓસ્કાર થપ્પડ કાંડમાં વિલ સ્મિથને સજા, સમારોહમાં 10 વર્ષનો પ્રતિબંધ
વીડિયોમાં તેની સગાઈની જાહેરાત: લોપેઝે શેર કરેલા વીડિયોમાં બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક (Hollywood celebs Jennifer and Ben) વાગી રહ્યું છે. સાથે જ આ વીડિયોમાં લોપેઝના અવાજમાં 'યુ આર પરફેક્ટ' પણ સાંભળવા મળે છે. લોપેઝે ગયા શુક્રવારે તેમની સગાઈના સમાચાર વિશે ચાહકોને એક સંકેત આપ્યો હતો. લોપેઝે ગયા શુક્રવારે પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું, 'ઉત્સાહિત અને વિશેષ જાહેરાત'. એટલે કે અભિનેત્રીએ શુક્રવારે જ આ પોસ્ટથી ચાહકોને ખુશખબર આપી હતી.
આ કપલ 20 વર્ષ પહેલા અલગ થયું હતું: આ કપલ વર્ષ 2002માં પહેલીવાર ડેટ પર ગયા હતા. આ પછી દંપતીને 'બેનિફર' (બેન-જેનિફર) કહેવામાં આવતું હતું. ત્યારે કપલે તેમના સંબંધો વિશે ખુલ્લેઆમ વાત કરી ન હતી, પરંતુ ચાહકો અને મીડિયા વચ્ચે તેમના સંબંધો વિશે ઘણી ચર્ચા થઈ હતી, આ કપલે વર્ષ 2002માં સગાઈ કરી હતી, પરંતુ તે જ વર્ષે રિલેશનશીપનો અંત કરીને પોતપોતાના રસ્તે ચાલ્યા ગયા હતા. આ પછી જેનિફરે અમેરિકન સિંગર માર્ક એન્થોની (2004) સાથે લગ્ન કર્યા. માર્ક અને લોપેઝના લગ્ન 10 વર્ષ ચાલ્યા અને 2014માં અલગ થઈ ગયા.
જેનિફર લોપેજ અને બેન એફ્લેક
જેનિફર લોપેઝનુ મેરિટલ સ્ટેટસ:લોપેઝે પહેલા વર્ષ 1997માં એક્ટર ઓજાની નોઆ સાથે લગ્ન કર્યા હતા, જેનું 1998માં બ્રેકઅપ થયું હતું. આ પછી લોપેઝે વર્ષ 2001 માં અમેરિકન અભિનેતા અને કોરિયોગ્રાફર ક્રિસ જુડને તેમના જીવનસાથી તરીકે પસંદ કર્યા હતા, આ લગ્નનો બે વર્ષમાં અંત આવી ગયો હતો. ત્યોરે લોપેઝે માર્ક એન્થોની સાથે ત્રીજા (2004-2014) લગ્ન કર્યા હતા. માર્કથી અલગ થયા પછી, લોપેઝ અને બેન ફરીથી સાથે છે.
જેનિફર લોપેજ અને બેન એફ્લેક (20 વર્ષ પહેલા)
આ પણ વાંચો:સોનમ કપૂરના દિલ્હીના ઘરમાં ચોરી, કરોડોનો સામાન લૂંટીને ચોર ફરાર
બેન એફ્લેકનુ મેરિટલ સ્ટેટસ: અમેરિકન અભિનેતા અને ફિલ્મ નિર્માતા અને જેનિફર લોપેઝના મંગેતર બેન એફ્લેક છૂટાછેડા લીધેલ છે અને તેના પ્રથમ લગ્નથી ત્રણ બાળકો છે. બેને તેની પહેલી પત્ની જેનિફર ગાર્નરને વર્ષ 2018માં છૂટાછેડા લીધા હતા. 2003માં જેનિફર લોપેઝ સાથે બ્રેકઅપ થયા બાદ, બેને 2005માં જેનિફર ગાર્નર સાથે લગ્ન કર્યા અને 2018માં અલગ થઈ ગયા. ત્યારે વર્ષ 2018થી, બેન અને જેનિફર તેમના સંબંધોને લઈને ચર્ચામાં છે.